ઇન્ટર મિયામીના કેપ્ટન લિયોનેલ મેસ્સી ઈજાગ્રસ્ત:અનિશ્ચિત સમય માટે રમતથી દૂર; નેકાક્સા સામેની મેચમાં ઘાયલ થયો
ઇન્ટર મિયામીના કેપ્ટન લિયોનેલ મેસ્સીને જમણા હેમસ્ટ્રિંગની ઇજાને કારણે અનિશ્ચિત સમય માટે બહાર કર્યો છે, ક્લબે એક સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ આપી છે. શનિવારે મેક્સીકન ટીમ નેકાક્સા સામે લીગ કપ મેચ દરમિયાન મેસ્સીને આ ઈજા થઈ હતી. મેસ્સીની ઈજા છતાં, ઇન્ટર મિયામીએ નેકાક્સા સામે પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી જીત મેળવી હતી. મેડિકલ રિપોર્ટમાં સ્નાયુઓમાં સામાન્ય ઈજાની પુષ્ટિ થઈ મેસ્સીને માત્ર 11મી મિનિટમાં જ મેદાન છોડી દેવું પડ્યું. જોકે તે પોતાના પગે લોકર રૂમમાં ગયો હતો, પરંતુ ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની તબીબી તપાસ કરવામાં આવી હતી. ઇન્ટર મિયામીના નિવેદન અનુસાર, 'રિપોર્ટમાં મેસ્સીના જમણા પગના સ્નાયુમાં નાની ઈજાની પુષ્ટિ થઈ છે. તેની તબીબી સ્થિતિ અને સારવારના પ્રતિભાવના આધારે તેને રમવાની મંજૂરી આપવામાં આવશે.' મેસ્સી MLS 2025નો ટૉપ ગોલ સ્કોરર મેસ્સીએ આ સીઝનમાં ઇન્ટર મિયામી માટે 18 મેચમાં 18 ગોલ અને 9 આસિસ્ટ કર્યા છે. તે હાલમાં MLS (મેજર લીગ સોકર)માં ટૉપ સ્કોરર્સની યાદીમાં ટોચ પર છે. ઇન્ટર મિયામીની સ્થિતિ ઇન્ટર મિયામી હાલમાં ઇસ્ટર્ન કોન્ફરન્સમાં 12 જીત, 4 હાર અને 6 ડ્રો સાથે 42 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. તેઓ ટોચ પર ફિલાડેલ્ફિયાથી 8 પોઈન્ટ પાછળ છે પરંતુ હજુ ત્રણ મેચ બાકી છે. ઇન્ટર મિયામી લીગ કપ ક્વોલિફિકેશન માટે MLS સ્ટેન્ડિંગમાં 5 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે અને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવવા માટે બુધવારે UNAM પુમાસ સામે જીતની જરૂર છે.

What's Your Reaction?






