આર્મી ઓફિસરે સ્પાઇસજેટના કર્મીઓને માર્યા, VIDEO:એક્સ્ટ્રા લગેજ મુદ્દે બબાલ, એકની કરોડરજ્જુ તૂટી; બીજાનું જડબું, બેભાન કર્મીને લાત મારતો રહ્યો
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર, એકસ્ટ્રા લગેજ મામલે સેનાના એક અધિકારીએ સ્પાઇસજેટના ચાર કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી. મારામારીમાં એક કર્મચારીની કરોડરજ્જુ ભાંગી ગયું. બીજાનું જડબું તૂટી ગયું. ત્રીજા કર્મચારીના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. ચોથો કર્મચારી બેભાન થઈ ગયો, તેમ છતાં આરોપી તેને લાતો મારતો રહ્યો હતો. આ ઘટના 26 જુલાઈના રોજ બની હતી. આ મામલો હવે પ્રકાશમાં આવ્યો છે. એરલાઈને પણ એક નિવેદન જારી કરીને આરોપી સૈન્ય અધિકારીને નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂક્યો છે. સેનાએ પણ આ બાબતની નોંધ લીધી છે અને કહ્યું છે કે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે. મારામારીના 3 ફોટા... હવે જાણો શું છે આખો મામલો 26 જુલાઈના રોજ, શ્રીનગરથી દિલ્હી જતી સ્પાઈસજેટ ફ્લાઇટ SG-386 ના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે, જે આર્મી ઓફિસર હોવાનું કહેવાય છે, એરલાઇન સ્ટાફના ચાર માણસો પર ઘાતક હુમલો કર્યો. એરલાઇનના જણાવ્યા અનુસાર, આરોપી અધિકારી બે કેબિન બેગ લઈને જઈ રહ્યો હતો, જેનું કુલ વજન 16 કિલો હતું. આ 7 કિલોની મર્યાદા કરતા બમણું હતું. સ્પાઇસજેટના સ્ટાફે મુસાફરને કહ્યું કે તમારો સામાન નિર્ધારિત ધોરણો કરતા વધારે છે. તેથી, તમારે વધારાનું પેમેન્ટ કરવું પડશે. આરોપી અધિકારીએ વધારાનુે પેમેન્ટ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, તે બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બળજબરીથી એરોબ્રિજમાં ઘુસવા ગયો. આ સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન હતું. લાઇનમાં રાખેલા સ્ટેન્ડથી હુમલો થયો જ્યારે સ્ટાફે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તેમને માર મારવાનું શરૂ કર્યું. તેણે નજીકમાં રાખેલા સ્ટેન્ડથી સ્ટાફ પર હુમલો કર્યો. તેણે તેમને લાતો અને મુક્કા પણ માર્યા. તેમાંથી કેટલાકને જડબામાં પણ ઈજા થઈ. સ્પાઇસજેટનો એક કર્મચારી જમીન પર બેભાન થઈને પડી ગયો, પરંતુ મુસાફર બેભાન કર્મચારીને લાત મારતો રહ્યો. બેભાન કર્મચારીને મદદ કરવા માટે નીચે ઝૂકતી વખતે, બીજા કર્મચારીના જડબા પર જોરદાર લાત વાગી અને તેના નાક અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. ઘાયલ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પણ એક પત્ર મોકલવામાં આવ્યો હતો એરલાઈને જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ FIR કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન નિયમો મુજબ, મુસાફરને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સ્પાઇસજેટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને તેના કર્મચારીઓ પર થયેલા જીવલેણ હુમલાની માહિતી આપી છે અને મુસાફર સામે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. એરલાઇને એરપોર્ટ સત્તાવાળાઓ પાસેથી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપ્યા છે.

What's Your Reaction?






