રિયલ લાઈફ 'કૂલી' રહી ચૂક્યા છે રજનીકાંત!:સંઘર્ષનો કિસ્સો સંભળાવતાં કહ્યું- મિત્રએ સામાન ઉપાડવાના બે રૂપિયા આપી ટોણા માર્યા, મારી આંખોમાંથી આંસુ સરી પડ્યા
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે તેમની આગામી ફિલ્મ 'કુલી'ના ટ્રેલર અને ઓડિયો લોન્ચ ઇવેન્ટમાં તેમના સંઘર્ષના દિવસોને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે 'કૂલી' તરીકે કામ કરતી વખતે તેઓ જીવનમાં પહેલી વાર રડી પડ્યા હતા. રજનીકાંતે કહ્યું કે- 'જ્યારે હું કૂલી હતો, ત્યારે મને ઘણી વખત ઠપકો સહન કરવો પડ્યો હતો. એકવાર એક માણસે મને તેનો સામાન ટેમ્પોમાં મૂકવા માટે 2 રૂપિયા આપ્યા. તેનો અવાજ પરિચિત લાગતો હતો. તે મારો કોલેજનો મિત્ર હતો. પછી, કોલેજમાં તે ખૂબ ચીડવતો હતો. તે કહેતો હતો કે તું શું નાટક કરી રહ્યો છો. તે કિસ્સા સમયે હું પહેલીવાર જીવનમાં ખૂબ રડ્યો હતો.' ફિલ્મ 'કૂલી'માં રજનીકાંત સાથે નાગાર્જુન અક્કીનેની અને શ્રુતિ હાસન પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. આ ઇવેન્ટમાં રજનીકાંતે નાગાર્જુનના વાળના વખાણ કર્યા. રજનીકાંતે કહ્યું કે- 'મેં શૂટિંગ દરમિયાન નાગાર્જુનને જોયો હતો, તે હજુ પણ એ જ દેખાય છે. તેના વાળ હજુ પણ એવા જ છે. મારા બધા વાળ ખરી ગયા છે.' મેં પૂછ્યું- 'તારું રહસ્ય શું છે?' તેણે કહ્યું- 'કસરત'. કોલેજ છોડ્યા પછી રજનીકાંતે ઘણી નાની-નાની નોકરીઓ કરી રજનીકાંતનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે. તેમણે ખૂબ જ સરળ રીતે પોતાનું જીવન શરૂ કર્યું. કોલેજ છોડ્યા પછી, તેમણે બેંગલુરુંમાં કૂલી, સુથાર અને ઓફિસ બોય જેવી નાની નોકરીઓ કરી. બાદમાં તેમણે બેંગલુરું ટ્રાન્સપોર્ટ સર્વિસમાં બસ કંડક્ટર તરીકે કામ કર્યું, જ્યાં તેમને દર મહિને ફક્ત 750 રૂપિયા મળતા હતા. રજનીકાંત કામ પછી થિયેટરમાં એક્ટિંગ કરતા હતા. તેમના મિત્ર રાજ બહાદુરે તેમને મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લેવાની સલાહ આપી. પરિવારની નારાજગી છતાં, રજનીકાંતએ પ્રવેશ લીધો. 1975માં, રજનીકાંતને કે. બાલાચંદરની ફિલ્મ 'અપૂર્વ રાગંગલ'માં પહેલી ભૂમિકા મળી. તે એક નાનો રોલ હતો, પરંતુ તેમની મજબૂત હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું. 1978માં, તેમને ફિલ્મ 'ભૈરવી'માં હીરોની ભૂમિકા મળી, જેનાથી તેમને ઓળખ મળી. આ પછી, 'બાશા', 'પડયપ્પા' અને 'શિવાજી ધ બોસ' જેવી હિટ ફિલ્મોએ રજનીકાંતને સાઉથના સુપરસ્ટાર બનાવ્યા.

What's Your Reaction?






