પાટણમાં દૂષિત પાણીથી પરેશાન નાગરિકો:કોર્પોરેટર ભરત ભાટિયાએ બોરના પાણીની વ્યવસ્થા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી

પાટણ શહેરમાં છેલ્લા 25 દિવસથી દૂષિત, પીળાશ પડતું અને વાસ મારતું પાણી આવી રહ્યું છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કોર્પોરેટર ભરત ભાટિયાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. ભાટિયાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ સમયે નાગરિકોને ધાર્મિક કાર્યો અને પૂજા-પાઠ માટે શુદ્ધ પાણીની આવશ્યકતા છે. તેમણે નગરપાલિકાની માલિકીના હયાત બોરમાંથી દિવસમાં એક સમય પીવાના તેમજ ધાર્મિક વિધિઓમાં ઉપયોગ માટે પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી છે. નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા પાણીની ગુણવત્તા ખરાબ હોવાથી નાગરિકો પરેશાન છે. ભાટિયાએ આ સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક પગલાં લેવા અને બોરના પાણીની વ્યવસ્થા કરવા જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow