‘અમારે કોરિડોર નથી જોઈતો...’કહી બેઠકમાં હોબાળો:સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ સામે પ્રભાસ પાટણમાં જન આક્રોશ, નોટિસ વગર જમીન સંપાદન કાર્યવાહી સામે રોષ

સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ માટે અતિ પ્રાચીન નગર એવા પ્રભાસ પાટણમાં જમીન સંપાદન મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મંગળવારે પ્રભાસ પાટણ ગામ સજ્જડ બંધ રહ્યું હતું, બાદમાં રાત્રિના પ્રભાસ પાટણ ગામમાં સમસ્ત ગ્રામજનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્થાનિક મહિલાઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને "અમારે કોરિડોર નથી જોઈતો" ના નારા લગાવ્યા હતા. જેમાં ગામના દરેક સમાજના આગેવાનો , અસરગ્રસ્ત પરિવારો ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશી, મામલતદાર પરસાણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. 25 હજાર ચોરસ મીટર જમીનનું સંપાદન બેઠકમાં ઉપસ્થિત ડેપ્યુટી કલેક્ટર જોશીએ જણાવ્યું હતું કે, સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ માટે 25 હજાર ચોરસ મીટર જમીનનું સંપાદન કરવામાં આવશે. જોકે, સ્થાનિકોનો આરોપ છે કે, ડેપ્યુટી કલેક્ટરે મહિલાઓની રજૂઆત સાંભળી નથી, જેના કારણે તેમનામાં રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે. ગામ માટે પહેલી ગોળી હું ખાઈશ-યુસુફ પાકીઝા પ્રભાસ પાટણના મુસ્લિમ સમાજ પ્રમુખ યુસુફભાઈ પાકીઝાએ જણાવ્યું હતું કે, આપણા વડીલોએ કહ્યું છે કે આ પટ્ટન 100વાર દટ્ટન થયું છે, હવે આપણે દટ્ટન થવા દેવું નથી. હવે આપણે એક પણ ઘર જવા દેવું નથી. કોઈના બાપની તાકાત નથી કે કોઈ એક ઘરનો પાળો ઉઠાવી શકે. હિન્દુઓ અને મુસ્લિમ એક થશે. મામલો મેદાનમાં આવશે. એકતાનો પ્રતિક સાબિત કરશે. જ્યાં બુલડોઝર આવશે, પોલીસચોકી આવશે, તંત્ર આવશે. એ આપણે એક થઈને ઊભા રહીશું તો ઊભા રહીને ભાગી જશે. કોઈના બાપની તાકાત નથી, બંદૂક ભલે દેખાડે. આ ગામની એકતા માટે ગામના મકાનો રાખવા માટે ગોળી ખાવી હશે તો હિન્દુ મારા મોટા ભાઈ છે અને અમે (મુસલમાન) નાના ભાઈ છીએ. જરૂર પડશે તો ગામ ખાતર ગોળી પહેલી હું ખાઈશ. મંદિર અને મકાન એ જમીન નથી મારો જીવ છે-નીલકંઠ જાની જૂના સોમનાથ શેરીની બાજુમાં પ્રાઈવેટ મંદિર ધરાવતાં અને મકાનમાં રહેતા નીલકંઠ જાનીએ જણાવ્યું હતું કે, એ મંદિર અને મકાન એ જમીન નથી મારો જીવ છે. મારો પ્રાણ છે. મારે માત્ર એટલું જ પૂછવું છે કે આ બધુ શા માટે? એક જાતની કમાણી કરવા. અમારું પોતાનું મકાન હોય અમારી પોતાની જમીન હોય માલિકીનું, એ અમારે આપી દેવાનું કમાણી માટે. સેવા ભાવ માટે આ કોરિડોર તો નથી થવાનો. કાલ સવારે કોરિડોર કરીને 100 રૂપિયા ટિકિટ કરી દે.એ કમાણી માટેનું જ છે.અમારો પરિવાર છે ત્યારથી આ જમીન પર રહીએ છીએ અને કહી દે કે ખાલી કરી નાખો. આ યોગ્ય નથી. આ લોકશાહી નહીં રાજાશાહી કહેવાય. લોકશાહી કોને કહેવાય કે પ્રજાનું હિત ઈચ્છે, પ્રજા સુખી થાય એને. આ તાનાશાહી છે, રાજાશાહી છે, લોકશાહી નથી. આવું ન ચાલે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હજુ નોટિસ આપી જ નથી. મૌખિક જ કહેવા આવે છે. કે તમારે ફોર્મ ભરવાનું છે. અમે કહીએ કે અમારે નથી ભરવું તો કહે છે કે ભરવું જ પડશે. તલાટી ઓફિસમાંથી આવ્યા હશે, એક વાર મને ચૌહાણ સાહેબનો પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો હતો કે તમારે ફોર્મ ભરવું પડશે.મેં સાહેબને કીધું કે હું વિચારું છું મારી ફોર્મ ભરવાની ઈચ્છા નથી. બે વાર અધિકારીઓ ઘરે આવ્યા અને એક વાર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. કોરિડોરમાં મારી જમીન તો શું એક ઈંચ જમીન પણ દેવી નથી. મારી માગણી છે કે મારો પ્રાણ લઈ લે કે મારી જમીન લઈ લે. બેમાંથી એક વસ્તુ છે. કાં મને મારી નાખે બસ. મારે જમીન નથી દેવી. મને મારી નાખે એ મને મંજૂર છે. જમીન નથી દેવી. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર સામે આક્ષેપ છેલ્લા ઘણા સમયથી સોમનાથ મંદિર કોરિડોરની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ કોરિડોર અંગે આજ દિન સુધી કોઈ પારદર્શક વિગતો સોમનાથ મંદિર ટ્રસ્ટ કે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી. કોરિડોરનો પ્રાથમિક પ્લાન આયોજન આ તમામ બાબતો જાહેર જનતાથી યેનકેન પ્રકારે છૂપાવવામાં આવી રહી છે. છેલ્લા આઠેક માસથી કોરિડોરની ગતિવિધિ તેજ બની છે અને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર વચ્ચે મેરેથોન બેઠકો યોજાઈ રહી છે. કોરિડોર માટે જમીન સંપાદનની કામગીરીને અગ્રતા આપી પ્રભાસ પાટણ નગરના લોકો સાથે જિલ્લા કલેક્ટર, ડે. કલેક્ટર, એસ.પી. સહિત ઉચ્ચ અધિકારીઓ અવારનવાર બેઠકો યોજી રહ્યા છે અને આશરે 384 જેટલા મિલકત ધારકોની મિલકત સંપાદન કરવાની મૌખિક વાતો રજૂ કરી છે. નોટિસ વગર જ જમીન સંપાદનની કાર્યવાહીનો આક્ષેપ છેલ્લા ત્રણેક દિવસથી વહીવટી તંત્રનો અસરગ્રસ્તો સાથેના વ્યવહારમાં ઉગ્રતા આવી હોવાથી અસરગ્રસ્તો અને ગામના નાગરિકોમાં કચવાટ અને રોષ ભભૂકી ઉઠ્યો છે.બેઠકમાં સ્થાનિક મહિલાઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને "અમારે કોરિડોર નથી જોઈતો" ના નારા લગાવ્યા હતા. મહિલાઓએ અશ્રુભીની આંખે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના જ જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. રેવન્યૂનો સ્ટાફ વગરે આવી કેન્સલ ચેક, આધારકાર્ડ જેવા ડોક્યુમેન્ટની ઉઘરાણી કરવા આવી ગયા છે. 25 હજાર ચોરસ મીટર જમીનનું સંપાદન આ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત લોકોનું કહેવું છે કે, તેમને આગોતરી કોઈ જાણ કે નોટિસ આપવામાં આવી નથી અને સીધી જ સંપાદનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિકોનો વિરોધ જોતાં આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow