ભાવનગરના ઉંડવી ગામમાં જુગારનો અડ્ડો ઝડપાયો:બાપુ શેરીમાંથી 6 આરોપીઓ પકડાયા, 85 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
ભાવનગર જિલ્લાની વરતેજ પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે, વરતેજ પોલીસે ઉંડવી ગામની બાપુ શેરીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં જુગાર રમતા 6 શખ્સોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. કુંડાળું વળીને તીન પત્તીનો જુગાર રમતા'તા વરતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે ઉંડવી ગામની બાપુ શેરીમાં કેટલાક લોકો ગોળ કુંડાળું વળીને પૈસા વડે તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પર દરોડો પાડ્યો હતો. 6 આરોપીઓની વિગત 85,300 રોકડા કબજે કરાયા આ તમામ આરોપીઓ ઉંડવી ગામના જ રહેવાસી છે. પોલીસે ઘટનાસ્થળ પરથી જુગારના પટમાં પડેલા રોકડા રૂપિયા 85,300 અને જુગાર રમવા માટે વપરાતું સાહિત્ય કબજે કર્યું છે. જુગારધારા એક્ટ હેઠળ ગુનો દાખલ વરતેજ પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ 12 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે કે આ જુગારના અડ્ડામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ. આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

What's Your Reaction?






