જુગારીઓ પકડાયા:અંજારમાં 6 દરોડામાં 42 જુગારી 1.65 લાખ સાથે પકડાયા

અંજારમાં એલસીબી અને સ્થાનિક પોલીસે તવાઇ બોલાવી મહિલા સંચાલિત જુગાર ક્લબ સહિત 6 દરોડામાં 42 જુગારીઓને રૂ.1.65 લાખ રોકડ રકમ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી. અંજાર, મોડવદર, મેઘપર બોરીચી અને નિંગાળમાં પોલીસે જુગાર ઉપર તવાઇ બોલાવી હતી. પૂર્વ કચ્છ એલસીબીની ટીમને અંજાર વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ભાવેશ્વર મંદીર સામે આવેલી મિથિલા નગરી-3 સોસાયટીમાં રહેતા મીનાબેન આશિષભાઇ ભાનુશાલી પોતાના રહેણાક મકાનમાં બહારથી જુગારીઓ બોલાવી પોતાના ફાયદા માટે નાલ ઉઘરાવી જુગાર ક્લબ ચલાવે છે. બાતમીના આધારે દરોડો પાડી સંચાલક મીનાબેાન આશિષભાઇ ભાનુશાલી, હિતેન અરવિંદભાઇ સોની, જીગ્નેશ વાલજીભાઇ ભાનુશાલી, લખીબેન શામજીભાઇ ડાંગર, શિતલબેન છગનભાઇ ભાનુશાલી, વિમળાબેન જગદિશભાઇ ભાનુશાલી, પુનમબેન મનિષભાઇ સોની, કમલેશ મોહનલાલ ભદ્રા, સતિષ માધુજીભાઇ ભાનુશાલી, દિપક વાલજીભાઇ ભાનુશાલી, આમદશા હાજીશા શેખ, દિવ્યરાજસિંહ નરપતસિંહ જાડેજા, પ્રતિક કિશોરભાઇ મંગે અને સાકરીબેન દિપકભાઇ ભાનુશાલીને રૂ.86,010 રોકડ , 13 મોબાઇલ અને 3 બાઇકો સહિત રૂ.4,46,010 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી. એલસીબીની ટીમે મોડવદર ગામના ચોકમાં વડ વાળા ટી-હાઉસ પાસે અમુક ઇસમો જુગટું રમી રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે ત્યાં દરોડો પાડી ગંજી પાના વડે જુગાર રમી રહેલા ધીરજ માવજીભાઇ કાપડી, માદેવાભાઇ જેસંગભાઇ ડાંગર, સકરતદાન કેશવજી ગઢવી, હરેશ રમણીકલાલ રૂપારેલ, નારાણભાઇ બીજલભાઇ મ્યાત્રા, શંભુભાઇ માદેવાભાઇ ડાંગર અને અરજણભાઇ રતાભાઇ ચાવડાને રૂ.37,200 રોકડ અને રૂ.54,500 ની કિંમતના 7 મોબાઇલ સહિત કુલ રૂ.91,700 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. એલસીબીના બે દરોડા વચ્ચે અંજારની સ્થાનિક પોલીસે જય અંબે સોસાયટીની શેરીમાં જાહેરમાં ગંજી પાના વડે જુગટું રમી રહેલા સરોજબેન અનિલભાઇ પ્રજાપતિ, અવનીબેન જયરામભાઇ પ્રજાપતિ, મેશીબેન નારાણભાઇ ડાંગર, ડાયબેન શંભુભાઇ આહીર, કલ્પનાબેન પ્રકાશભાઇ આહીર, ગીતાબેન હરેશભાઇ જરૂ, નુતનબેન આનંદભાઇ બરારીયા, તેજલબેન વિસ્મયભાઇ બરારીયા, નયનાબેન કેશવજી પ્રજાપતિ અને વીરૂબેન નારાણભાઇ પ્રજાપતિને રૂ.15,800 રોકડ રકમ સાથે પકડી ગુનો નોંધ્યો હતો. અંજાર પોલીસ મથકની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નિંગાળમાં પ્રકાશભાઇ ખીમજીભાઇ મહેશ્વરીના ઘર પાસે ગંજી પાના વડે જુગટું રમતા નવઘણભાઇ વેલાભાઇ ગુજરીયા, હાસમભાઇ કારાભાઇ બાફણ અને અકબર ફકીરમામદ બાફણને રૂ.14,600 રોકડ અને 3 મોબાઇલ સહિત કુલ રૂ.27,600 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી. બનાવ અંગે જુગારધારાની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મેઘપર બોરીચીમાં આવેલી જુની ગ્રામ પંચાયત સામે જાહેરમાં અમુક ઇસમો ગંજી પાના વડે જુગટું રમી રહ્યા હોવાની બાતમી મળતા ત્યાં દરોડો પાડી શામજીભાઇ પીરૂભાઇ બોરીચા, અબ્બાસ ઉર્ફે અપીડો અકબરશા શેખ, ભોજાભાઇ ડાહ્યાભાઇ દાફડા, કાનાભાઇ ડાહ્યાભાઇ દાફડા, જેઠાભાઇ કરશનભાઇ બોરીચા અને રામજીભાઇ અમરાભાઇ ડાંગરને રૂ.10,650 રોકડ સાથે પકડી લઇ ગુનો નોંધ્યો હતો. આ તરફ અંજાર પોલીસ મથકની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કુંભાર ચોક સાંગ ફળિયામાં પોતાના અંગત ફાયદા માટે વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી રમાડી રહેલા મહેશ આત્મારામ ધોરીયાને રૂ.800 રોકડ રકમ સાથે અને અબ્દુલ અજીઝ મામદ કુરેશીને રૂ.400 રોકડ સાથે પકડી લઇ ગુનો નોંધ્યો હતો.

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow