AMCની ગાર્બેજ કલેક્શન વાને બે વાહનને ટક્કર મારી:આધેડનું ઘટનાસ્થળે જ મોત, ત્રણ લોકોને સામાન્ય ઇજા; લોકોએ ચાલકને પકડીને પોલીસને સોંપ્યો

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આજે 7 ઓગસ્ટના રોજ સવારે ડોર-ટુ-ડોર કચરો કલેક્શન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી દ્વારા વહેલી સવારે બે વાહનોને ટક્કર મારી હતી. જેમાં 50 વર્ષે આધેડને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બેથી ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ છે. સ્થાનિક લોકોએ ડ્રાઇવરને પકડી પાડ્યો હતો અને પોલીસને જાણ કરતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે રાહુલ પરમાર નામના ડ્રાઇવરની અટકાયત કરી લીધી છે. કોર્પોરેશનની વાને બે જેટલા ટુ-વ્હીલરને ટક્કર મારી મળતી માહિતી મુજબ, સવારના સમયે ડોર-ટુ-ડોર કચરો ઉપાડતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીના ચાલક દ્વારા બે જેટલા ટુ-વ્હીલરોને ટક્કર મારવામાં આવી હતી. જેના કારણે ટુ-વ્હીલર પર રહેલા વ્યક્તિ નીચે પડ્યા હતા જેમાં મોહમ્મદભાઈ નામના 50 વર્ષના આધેડનું ગંભીર ઈજાના કારણેના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરી બે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું છે. વાન ચાલકે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ હાજર સ્થાનિકોએ તેને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો હતો. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગઈ ઘટનાની અંગેની જાણ થતા ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત કરનાર વાન ડ્રાઇવર રાહુલ પરમારની અટકાયત કરી છે અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી તેમના પરિજનોને આ વિશે જાણ કરવામાં આવી છે. ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી ટ્રાફિક પીઆઇ વી. કે. દેસાઈએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 2 વ્યક્તિને ઇજા થઈ છે. પોલીસ હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નિવેદન નોંધાશે. આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow