'મારો એકનો એક ભાઈ હતો, હવે મારું કોઇ નથી':રક્ષાબંધનના 3 દિવસ પહેલાં જ બેફામ ટ્રકે યુવકનો જીવ લીધો; હેલ્મેટ પહેર્યું છતાં તોતિંગ ટાયર ફરી વળતાં માથું છુંદાયું

રક્ષાબંધનને આડે હવે માત્ર 3 દિવસ બાકી છે, ત્યાં બહેનના એકના એક ભાઈનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો છે. બેફામ રીતે દોડતા એક મિક્સર ટ્રકના ચાલકે બાઈકચાલકને કચડી નાખતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. યુવકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં યુવકનું માથું છુંદાઈ ગયું હતું. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અકસ્માત સર્જનાર ટ્રકચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુભાષસિંહ સવારે ઘરેથી નોકરી પર જવા નીકળ્યા હતા મળતી માહિતી પ્રમાણે, વસતા દેવડી રોડ પર આવેલા દિવ્યજ્યોત ફ્લેટમાં 44 વર્ષીય સુભાષસિંહ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને એક બહેન છે. સુભાષસિંહ વોચમેન તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજરોજ 10:00 વાગ્યા આસપાસ સુભાષસિંહ બાઈક લઈને ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલ પાસે પહોંચ્યા હતા. પૂરપાટ ટ્રકે પાછળથી આવી યુવકની બાઈકને ટક્કર મારી પાછળથી આવતા એક મિક્સર ટ્રકના ચાલકે પૂરપાટ ઝડપે દોડાવી સુભાષસિંહની બાઈકને અડફેટે લીધી હતી. જેના પગલે સુભાષસિંહ રોડ પર પટકાયા હતા અને તેમના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને મિક્સર ટ્રકના ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. 'મારો એકનો એક ભાઈ હતો, હવે મારું કોઈ નથી' સુભાષસિંહના અકસ્માત અંગેની જાણ થતા પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બહેને રડતા રડતા જણાવ્યું હતું કે, 'મારો એકનો એક ભાઈ હતો, હવે મારું કોઈ નથી'. બહેનના આ રુદન સાથેના શબ્દોના કારણે ત્યાં હાજર સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ મિક્સર ટ્રકના ચાલકની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસે ટ્રકચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મિક્સર ટ્રકના પાછળના ટાયરની નીચે મૃતક સુભાષસિંહનું માથું છુંદાઈ જવાના કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક સુભાષસિંહે હેલ્મેટ પણ પહેર્યું હતું જોકે હેલ્મેટ સાથે તેમનું માથું છુંદાઈ ગયું હતું. અકસ્માત બાદ ડીસીપી વિજયસિંહ ગુર્જર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ આ મામલે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow