ખબરદાર જમાદાર:અક્ષય પાત્ર ભરવા માટે શ્રાવણીયા ઠાકોરની નિમણૂંક,જિલ્લામાં પોલીસે કટીંગ કરાવેલો દારૂ સળગાવી દીધો

દિવ્ય ભાસ્કર, વાચકમિત્રો માટે દર ગુરુવારે એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. અક્ષય પાત્ર ભરવા માટે શ્રાવણીયા ઠાકોરની નિમણૂક રાજ્યના એક જિલ્લામાં અક્ષય પાત્ર જેવા એસપી છે, જેઓ પોતાનું રાજ ચલાવે છે. આ જિલ્લામાં સામાન્ય રીતે તેમણે અનેક માણસો ગોઠવેલા છે, પરંતુ હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી તેની અલગ નિમણૂક આપતા જિલ્લામાં તેઓ ચર્ચામાં આવી ગયા છે. સામાન્ય રીતે જુગારના કેસોમાં આક્ષેપો થતાં હોવાથી મોટી મોટી એજન્સીઓ કેસ કરતી નથી, તેના કારણે અક્ષય પાત્ર છલોછલ ઊભરાય તેના માટે ખાસ કરી તાજેતરમાં પ્રમોશન લીધેલા એક ઠાકોરજીની નિમણૂક કરવામાં આવી છે. આ ઠાકોરજીને અક્ષય પાત્ર શ્રાવણીયા માસમાં છલકાય જાય તેવી જવાબદારી સોંપવામાં આવી હતી. અક્ષય પાત્ર ભરવા માટે આમ તો જિલ્લામાં અનેક લોકોને જવાબદારી કામ પ્રમાણે સોંપવામાં આવે છે. આ જિલ્લાના અધિકારી આ તેમના પાત્રના કારણે ભારે ચર્ચામાં રહ્યા છે. જોકે જિલ્લો બોર્ડર પર હોવાથી ઠાકોરજીને આંતરીયાળ વિસ્તારમાં પણ શ્રાવણીયા માટે વ્યવસ્થા પણ ગોઠવી આપવા સુધીની તૈયારી બતાવતા અનેક લોકો બહારથી પણ આ જિલ્લાના મહિના માટે મહેમાન બનવા તૈયાર થઇ ગયા છે. બી-કે અને મા-સાગર જિલ્લામાં કેસ કરો એટલે તમારા અધિકારી પરત રાજ્યના બે જિલ્લામાં જે બી-કે અને મા-સાગર જેવા નામોથી ઓળખાય છે. આ જિલ્લાઓમાં રાજ્યની એક એજન્સી રેડ કરતા ડરે છે. તેવામાં આ જિલ્લાઓમાં કેસ કરેલા અનેક કર્મચારીઓને આ એજન્સીમાંથી રવાના કરાવી દીધા હોવાના અનેક કિસ્સાઓ છે. રાજ્યની એજન્સીના સાહેબ તો કડક છે, પરંતુ આ બે જિલ્લામાં રેડ કરનાર અધિકારીઓની બદલી થઇ જવાના પણ અનેક કિસ્સાઓ છે. જોકે બંને જિલ્લાઓને રાજકીય રક્ષા પત્ર હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે. બી-કે જિલ્લા અને મા-સાગર જિલ્લામાં ગેરકાયદે પ્રવૃતિની આમ તો રાજ્યના પોલીસ વડા સુધી અનેક ફરિયાદો થઇ છે, પરંતુ આ બંને જિલ્લામાં રેડ કરતા અધિકારીઓ ડરતા હોવાની ચર્ચા પણ પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે રેડ કરવા માટે રાજ્યની એજન્સીઓના અધિકારીઓ હવે ડરી રહ્યાં છે. રાજ્યના એક જિલ્લામાં પોલીસે કટીંગ કરાવેલો દારૂ સળગાવી દીધો તાજેતરમાં રાજ્યના એક જિલ્લામાં દારૂ કટીંગ થતો હતો અને સ્થાનિક પોલીસ રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સામાન્ય રીતે પોલીસ પોતાનો અને બાતમીદાર સહિત ઉચ્ચ અધિકારીઓનો ખર્ચો કાઢવા માટે પકડાયેલા દારૂમાંથી થોડો મુદ્દામાલ રફેદફે કરતી હોવાની પોલીસ વિભાગમાં ચર્ચા છે. આ જ રીતે કંઇક આ જિલ્લામાં થોડાના નામે મોટી માત્રામાં દારૂનો જથ્થો ગુમ કરી દેવાયો હતો. જોકે વીડિયો વાઇરલ થયો અને આ મામલો બહાર આવ્યો હતો. ગાંધીનગરની એક એજન્સીને તેની જાણ થઇ કે, દારૂ આ બૂટલેગરોને ત્યાં હોઇ શકે છે. આ તરફ તેઓ પણ પકડવા માટે રવાના થયા હતા. જિલ્લા એસપી પહેલા જેલ જેવા તંત્ર સાથે કામ કરી ચુક્યા હોવાથી તેમનું નેટવર્ક પણ પાવરફુલ છે, જેથી તેમને ગાંધીનગરથી નિકળેલા આદેશ મળી ગયા હતા. જેથી જિલ્લાના 3 પીઆઇએ મળી જે બૂટલેગરોને ત્યાં દારૂ પહોચ્યો હતો તેને પોતાના માણસો મોકલી સળગાવી દીધો હતો. કેમ કે, ચોરી કરેલો દારૂ પકડાય તો મોટો ગુનો દાખલ થાય તેવી સ્થિતી હતી. શહેરના એક પીઆઇ ડીસીપીના ઘરે રહે છે, મિત્રતા કે પછી જુના ખાસ વ્યક્તિ એક શહેરના પીઆઇ ડીસીપીના જુના નજીકના માણસ છે. તે ખાસ હોવાથી પીઆઇને પોતાનું મકાન ભાડા વગર આપી દેવામાં આવ્યું હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે. તેમાં પણ ખાસ કરીને મિત્રતામાં કે પછી જુના ખાસ માણસ છે તેના કારણે આ એજન્સીના પીઆઇને ખુશ કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે પીઆઇ આપવાની જગ્યાએ લઇ લેવામાં ખાસ માનતા હોય છે. તેના કારણે તેઓ અગાઉ પણ ચર્ચામાં આવેલા છે. પીઆઇ પણ ખાસ કરીને આ અધિકારીના વિસ્તારનું વિશેષ ધ્યાન આપવા માટે કામે લાગેલા રહે છે. આમ જુના ખાસ વ્યક્તિ હોવાથી તેમને મકાન આપી દીધું હોવાની ચર્ચા પોલીસ વિભાગમાં ચાલી રહી છે. ચિંતન શિબિર બાદ ફરવા જવાને લઈ પોલીસ અધિકારીઓમાં સંકટમાં મુકાયા રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓની ચિંતન શિબિર યોજાવવાની છે. આ ચિંતન શિબિર 3 દિવસની છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ અધિકારીઓ હોવાથી પોલીસ વિભાગમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે. અધિકારીઓ અને તેમના ચેમ્બરોમાં આ જ ચર્ચા ચાલી રહી છે કે, ચિંતિન શિબિર બાદ ફરવા જવું કે કેમ તે ચર્ચાએ જોર પકડ્યું છે. કેમ કે, અધિકારીઓના અલગ અલગ ગ્રુપ બાદમાં ફરવા જવાની તૈયારી કરવી કે નહીં તેની ખાસ ચર્ચા કરી રહ્યું છે. જો ફરવા જાય અને ઉચ્ચ અધિકારીઓને ખબર પડે તો ખરાબ લાગે કે કેમ તે ચર્ચાએ જોર પકડ્યું છે. અમુક તો અધિકારીઓના બાળકોએ પણ હઠ મુકી છે અમને તો લઇ જ જાવ. હવે અમુક અધિકારીઓ તો ધર્મ સંકટમાં મુકાઇ ગયા છે.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow