ટંકારા પાસે 22.40 લાખના દારૂ સાથે 4 આરોપી ઝડપાયા:340 બોટલ દારૂ સાથે પકડાયેલા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર

ટંકારાના છતર ગામ પાસે પોલીસે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ત્રણ અલગ-અલગ ગાડીઓમાંથી કુલ 340 દારૂની બોટલો જપ્ત કરી છે. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી 22.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ કાગદડી ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દારૂની કટિંગ કરીને જુદી-જુદી ગાડીઓમાં દારૂ ભરતા હતા. આ દારૂ રાજકોટ ખાતે કુખ્યાત આરોપી અખ્તર કચરાને આપવાનો હતો. પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. ટંકારાના પીઆઇ કે.એમ. છાંસિયાની સૂચના મુજબ પોલીસે રાજકોટ-મોરબી રોડ પર છતર ગામ નજીક ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ત્રણ ગાડીઓ - ક્રેટા (GJ 5 RF 0068), વરના (GJ 13 N 8874) અને કિયા (GJ 36 R 1419)ને રોકી તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની 340 બોટલો (કિંમત 9,75,602 રૂપિયા), ત્રણ મોબાઇલ ફોન અને 12,50,000 રૂપિયાની ત્રણ ગાડીઓ મળી કુલ 22,40,602 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે બાંકારામ મંગલારામ ભાભુ, રામનારાયણ મોબતારામ કાકડ, પ્રવીણભાઈ કેસરીમલ ગોદારા (ત્રણેય રાજસ્થાન) અને અકિલભાઈ ફિરોજભાઈ સીડા (જુનાગઢ)ની ધરપકડ કરી છે. એક આરોપી દારૂ ભરેલી કિયા ગાડીને છોડીને નાસી ગયો હતો. અનિલ રૂગનાથભાઈ જાણી (રાજસ્થાન)નું નામ પણ સામે આવ્યું છે. પોલીસે કુલ 6 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ડીવાયએસપી સમીર સારડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આરોપીઓએ દારૂની હેરફેરી માટે ક્રેટા ગાડીમાં નીચેના ભાગમાં ચોર ખાનું બનાવ્યું હતું. સાઇડ લાઇટ અને આગળના બોનેટ પાસે પણ દારૂની બોટલો છુપાવીને હેરાફેરી કરતા હતા. પકડાયેલા ચારેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે ટંકારાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓના 5 તારીખ સુધી એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow