અમદાવાદ પ્લેન ક્રેશના 60 પીડિત પરિવાર બોઇંગને USની કોર્ટમાં ઢસડશે:એવિએશનના કેસ લડવામાં માહેર અમેરિકન વકીલને રોક્યા; કહ્યું, ફ્લાઇટનો ડેટા આપો, અમે તપાસ કરાવીશું
અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના 60 પીડિત પરિવારે બોઇંગ કંપની સામે બાંયો ચડાવી છે. આ પરિવારોએ ભેગા થઇને દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર બોઇંગ સામે અમેરિકાની કોર્ટમાં કેસ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે તેમણે અમેરિકાના નિષ્ણાત વકીલ માઇક એન્ડ્રુઝને રોકી પણ લીધા છે. આ પરિવારોએ દુર્ઘટનાની તપાસ સામે સવાલ ઉઠાવ્યો છે. પીડિત પરિવારોની માગ છે કે કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા તેમને આપવામાં આવે, જેથી તેઓ સ્વતંત્ર રીતે તપાસ કરાવી શકે. પીડિત પરિવારોએ કેસ લડવા માટે જે અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝને રોક્યા છે તેઓ ગંભીર ઇજા અને અકુદરતી મૃત્યુના કેસ લડવામાં નિષ્ણાત છે અને ખામીયુક્ત એરક્રાફ્ટ, ટ્રક અને કાર બનાવનારી કંપની સામે કેસ લડી ચૂક્યા છે, જેમાં ફોર્ડ અને વેક્સવેગન કંપની વિરુદ્ધના કેસો પણ સામેલ છે. પ્લેન ક્રેશમાં અમદાવાદના સોની પરિવારના 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પરિવારના સભ્ય તૃપ્તિ સોનીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે પીડિત પરિવારોને પણ તપાસમાં સામેલ કરવા જોઇએ. પીડિત પરિવારોને દુર્ઘટનાની તટસ્થ તપાસ નહીં થાય એવો ડર તૃપ્તિ સોનીએ કહ્યું હતું કે અમે બધાએ ભેગા થઇને આ લૉ ફર્મ સાથે કામ કરવા માટે સાઇન અપ કર્યું છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસમાં ઘણું અસ્તવ્યસ્ત ચાલતું હોય એમ લાગે છે. જે રિપોર્ટ રિલીઝ કર્યો છે એ જવાબ આપવાના બદલે પ્રશ્નો વધારે ઊભા કરે છે. ઉપરાંત તેમણે બહુ જ સિલેક્ટિવ વસ્તુ રિલીઝ કરી છે. એનાથી તપાસને અસર થવાની શક્યતા વધુ લાગે છે. એમાં એર ઇન્ડિયા અને બોઇંગ કંપનીનો ઘણો મોટો આર્થિક રસ છે. અમને ડર છે કે વિમાન દુર્ઘટનાની તટસ્થ તપાસ નહીં થાય. ફ્લાઇટનો ડેટા આપવાની માગ તેમણે વધુમાં કહ્યું હતું કે મારી વ્યક્તિગત માગ એ છે કે પીડિત પરિવારને પણ કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા તપાસ માટે આપવો જોઇએ, જેથી અમે સ્વતંત્ર રીતે ઇન્વેસ્ટિગેશન કરી શકીએ, કારણ કે રો ડેટાનું જે અર્થઘટન કરે છે એમાં છેડછાડ થવાની શક્યતા રહેલી છે. જો સરકાર પારદર્શકતા જ રાખતી હોય તો એને આ ડેટા આપવામાં વાંધો ન હોવો જોઇએ. પીડિત પરિવારો પણ આ તપાસનો ભાગ હોવા જોઇએ. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં પાઇલટ્સ પર સવાલ ઉઠાવાયા હતા થોડા દિવસો પહેલાં અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો હતો કે બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, 'તમે ફ્યૂઅલ સ્વિચને 'CUTOFF' પોઝિશનમાં કેમ કરી?' સવાલ પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો. તે ગભરાઈ ગયો હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પછી ઉડ્ડયન નિષ્ણાત સંજય લાઝરે તપાસ અહેવાલ લીક થવા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આશ્ચર્યજનક છે કે અમેરિકન મીડિયા પાસે ભારતીય સંસદ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય કરતાં વધુ માહિતી છે. આ અહેવાલ ભારતમાં સંપૂર્ણ પારદર્શિતા પર સવાલો ઊભા કરે છે. વડાપ્રધાને આ કેસની તપાસ હાઇકોર્ટના વર્તમાન ન્યાયાધીશ દ્વારા કરાવવી જોઈએ. એર ઇન્ડિયાએ કહ્યું હતું ફ્યૂઅલ સ્વિચમાં કોઈ ખામી નથી એર ઇન્ડિયાએ માહિતી આપી હતી કે તેનાં તમામ બોઇંગ-787 સિરીઝનાં વિમાનોની ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ (FCS)ના લોકિંગ ફીચરની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તેના પાઇલટ્સને મોકલવામાં આવેલા સંદેશમાં એરલાઇન કંપનીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ફ્યૂઅલ સ્વિચમાં કોઈ ખામી જોવા મળી નથી. AAIBના રિપોર્ટમાં એન્જિન બંધ થવાથી અકસ્માત થયાનું તારણ અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવ્યો હતો. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)એ 12 જુલાઈના રોજ 15 પાનાંનો રિપોર્ટ જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ વિમાનનાં બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત થયો હતો. ટેક-ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયાં. આ સમય દરમિયાન કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાઇલટે બીજાને પૂછ્યું, "શું તમે એન્જિન બંધ કરી દીધું છે?" બીજાએ જવાબ આપ્યો, "ના." અમેરિકન મીડિયા ન્યૂયોર્ક ટાઈમ્સે નિષ્ણાતોને ટાંકીને કહ્યું હતું કે રિપોર્ટમાં સામેલ તમામ મુદ્દાઓ વિમાનમાં કોઈ ટેક્નિકલ ખામી અને પાઇલટની બેદરકારી તરફ ઈશારો કરે છે. ફ્યૂઅલ સ્વિચો કેવી રીતે બંધ થઈ એ જાણી નથી શકાયુંઃ AAIB રિપોર્ટ રિપોર્ટ અનુસાર, અકસ્માતગ્રસ્ત વિમાનનાં બંને એન્જિનની ફ્યૂઅલ સ્વિચો બંધ હતી, ત્યાર બાદ પાઇલટ્સે એને ચાલુ કરી અને બંને એન્જિનને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિમાન ખૂબ જ ઓછી ઊંચાઈ પર હતું, તેથી એન્જિનોને ફરીથી પાવર મેળવવાનો સમય મળ્યો નહીં અને વિમાન ક્રેશ થયું, જોકે ફ્યૂઅલ સ્વિચો કેવી રીતે બંધ થઈ એ હજુ સુધી જાણી શકાયું નથી. 15 પાનાંના રિપોર્ટ મુજબ ટેક-ઓફથી અકસ્માત સુધી આખી ફ્લાઇટ ફક્ત 30 સેકન્ડ ચાલી હતી. અત્યારસુધીના અહેવાલમાં બોઇંગ 787-8 વિમાન અને GE GEnx-1B એન્જિન અંગે કોઈપણ ઓપરેટર માટે કોઈ ચેતવણી કે કાર્યવાહીની ભલામણ કરવામાં આવી નથી. આ ઉપરાંત અહેવાલમાં હવામાન, બર્ડ હિટ અને તોડફોડ જેવાં કોઈ કારણોનો ઉલ્લેખ નથી. એન્જિનને ઇંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો હતોઃ રિપોર્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયાં હતાં - ઇંધણ કટ ઓફ સ્વિચ એક પછી એકમાત્ર એક સેકન્ડમાં RUNથી CUTOFFમાં બદલાઈ ગઈ. રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે એન્જિનોને ઇંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો હતો. ફ્યૂઅલ ટેસ્ટિંગમાં જાણવા મળ્યું કે ઇંધણમાં કોઈ પ્રકારની કોઈ સમસ્યા નહોતી. થ્રસ્ટ લિવર સંપૂર્ણપણે તૂટી ચૂક્યા હતા, પરંતુ બ્લેક બોક્સ પરથી જાણવા મળ્યું છે કે ટેક-ઓફ થ્રસ્ટ એ સમયે ચાલુ હતો, જે ડિસ્કનેક્ટ થવાનો સંકેત આપે છે. બંને પાઇલટ મેડિકલી ફિટ હતા. તેમને કોઈ પ્રકારની કોઈ સમસ્યા નહોતી. પાઇલટ પાસે 8,200 કલાક અને કો-પાઇલટ પાસે 1,100 કલાકની ઉડાનનો અનુભવ હતો. 625 ફીટની ઊંચાઈએ છેલ્લું સિગ્નલ મળ્યું હતું ફ્લાઇટ રડાર 24 મુજબ, વિમાનનું છેલ્લું સિગ્નલ 190 મીટ

What's Your Reaction?






