અમરોલી કૉલેજમાં આંતર કોલેજ ચિત્ર સ્પર્ધા:51 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, પી.પી. સવાણી કોલેજની તીષા પટેલે પ્રથમ સ્થાન મેળવ્યું

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ, અમરોલીમાં 1 ઓગસ્ટ, 2025ના રોજ "રાજા રવિ વર્મા આંતર કોલેજ ચિત્ર સ્પર્ધા"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ઈ.ચા. પ્રિન્સિપાલ ડૉ. સેજલબેન એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. સ્પર્ધાના મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ બેન્કના મેનેજર પારૂલબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત એફ.વાય.બી.કોમ.ની વિદ્યાર્થીની કુ. વણઝારા સંજનાએ પ્રાર્થનાથી કરી હતી. આ સ્પર્ધામાં વિવિધ કૉલેજના કુલ 51 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ આનંદ અને ઉત્સાહથી ભરપૂર રહ્યું હતું. મહેમાનનો પરિચય પ્રા. ડૉ. પરેશભાઈ જે. રબારીએ આપ્યો હતો. નિર્ણાયકોનો પરિચય પ્રા. જીતેન્દ્ર ડી. વાછાણીએ કરાવ્યો હતો. પ્રા. બિનાબેન એન. રાવલે સ્પર્ધકોને સ્પર્ધા વિશે માહિતી આપી હતી. સ્પર્ધામાં પ્રથમ ક્રમે પી.પી. સવાણી કોલેજની વિદ્યાર્થીની તીષા પટેલ વિજેતા બની હતી. દ્વિતીય ક્રમે એસ.ડી. જૈન કોલેજનો વિદ્યાર્થી પાલ સાંઘાણી રહ્યો હતો. તૃતીય ક્રમે પી.પી. સવાણી કોલેજની વિદ્યાર્થીની પરમાર મીમાંશાબેન અને ટી. એન્ડ ટી.વી. કોલેજની વિદ્યાર્થીની ખુશી એચ. પટેલ વિજેતા જાહેર થયા હતા. સમગ્ર સ્પર્ધાનું સંચાલન ઇવેન્ટ મેનેજમેન્ટ કોર્ષની વિદ્યાર્થીનીઓ વરના કૃપા અને રાઠોડ કૃપાલી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રા. બિનાબેન એન. રાવલે આભારવિધિ કરી હતી.

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow