વૃદ્ધ ગુમ:ઓંજલ માછીવાડ ગામેથી વૃદ્ધ ગુમ
નવસારીના ઓંજલ માછીવાડથી માનસિક બિમારીથી પીડાતા વૃદ્ધ કોઈ ને કહ્યા વગર ઘરેથી નીકળી સાંજે પરત ન આવતા તેમની પત્નીએ પતિ ગુમ થયાની જાણ પોલીસમાં કરી હતી. જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામે રહેતી સુશીલાબેન ટંડેલે પોલીસમાં માહિતી આપતા જણાવ્યું કે તેમના પતિ અમૃતભાઈ ટંડેલ (ઉ.વ. 70) તા. 23 જુલાઇના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગયા હતા. સાંજે ઘરે પરત આવ્યા ન હતા. જેના ઘરેથી કોઇને કહ્યા વગર જતા રહેતા તેમની શોધખોળ કરતા મળી આવી ન હતી. અમૃતભાઈ માનસિક બિમારીની દવા ચાલુ છે. ગુમ થયા ત્યારે કાળા રંગના પેન્ટ, ટી શર્ટ પર કાર્તિક લખેલ છે. જેની શોધખોળ માટે જલાલપોર પીઆઇને જણાવ્યું હતું.

What's Your Reaction?






