ગોધરામાં ક્રાઈમના અલગ અલગ બે બનાવ:89 કિલો ગૌમાંસ જપ્ત, ત્રણ શખ્સો સામે ગુનો દાખલ; મોપેડની ચોરી અને સ્પા દુકાનના કાચ તોડી માલિકને ધમકી આપી

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગેની પ્લૉટ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ટેકરો ટાવરની સામે આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન જુબેર અહેમદ બૂમલાને પકડી પાડ્યો હતો. મકાનમાંથી રૂ. 17,800ની કિંમતનો 89 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે માંસનો જથ્થો અને અન્ય સાધનો સહિત કુલ રૂ. 24 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે ફેઝાન શોએબ શેખ અને અસફાક મહેબૂબ સદામસ બાઈક પર માંસનો જથ્થો વેચાણ માટે આપી ગયા હતા. પોલીસે માંસના નમૂના પરીક્ષણ માટે મોકલ્યા હતા. પરીક્ષણમાં આ માંસ ગૌમાંસ હોવાનું સાબિત થયું છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે માંસનું વેચાણ કરનાર અને માંસનો જથ્થો પૂરો પાડનાર ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. ગોધરામાં એક જ દિવસમાં બે ગુના: મોપેડની ચોરી અને સ્પા દુકાનના કાચ તોડી માલિકને ધમકી આપી ગોધરા શહેરમાં એક જ દિવસમાં બે અલગ-અલગ ગુનાની ઘટનાઓ સામે આવી છે. પહેલી ઘટનામાં બામરોલી રોડ પર આવેલા પેટ્રોલપંપ પાસે પાર્ક કરેલા મોપેડની ચોરી થઈ છે. જગદીશકુમાર જોશીએ ગિરિરાજ હાર્ડવેરની દુકાન પાસે પોતાનું મોપેડ પાર્ક કર્યું હતું. અજાણ્યા ચોરે સ્ટેરીંગ લોક તોડીને 50 હજારની કિંમતનું વાહન ચોરી કર્યું હતું. બીજી ઘટનામાં બામરોલી રોડ પર આવેલી રાયણવાડી સોસાયટી પાસેના ઋષિ કોમ્પલેક્ષમાં દુકાનના કાચ તોડવાનો બનાવ બન્યો છે. મિલકતના માલિક રૂપેન મહેતાએ એક દુકાન લતીફ વાઢેલને સ્પા માટે ભાડે આપી હતી. જય ઉર્ફે જિમ્મી શાહે લતીફભાઈને ધમકી આપીને દુકાન ખાલી કરાવી હતી. ત્યારબાદ જિમ્મીએ દુકાનનો કાચ તોડી નાખ્યો હતો. જ્યારે રૂપેનભાઈએ આ અંગે પૂછપરછ કરી ત્યારે જિમ્મીએ આખું બિલ્ડિંગ તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને ઘટનાઓ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

Jun 3, 2025 - 17:22
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow