મહિલાને માર માર્યો:ગઢડીયા ગામે પ્લોટ સાફ કરવા બાબતે મહિલાને માર માર્યો
ગઢડીયા ગામે પ્લોટ સાફ કરવા બાબતે બે મહીલા સહિત ત્રણ ઈસમોએ મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગઢડીયા ગામે રહેતા મુક્તાબેન અરજણ ભાઈ સાથળીયા ઉ.વર્ષ 40એ બી.પી.એલ.માં મળેલ પ્લોટમાં ઘર બનાવવાનું હોવાથી જે.સી.બી. ભાડે લાવી આ પ્લોટની સાફસફાઈ કરતા હતા તે સમયે સાંજના સમયે તેમની પાડોશમાં રહેતા હંસાબેન ઠાકરશીભાઈ શેખ, ઠાકરશીભાઈ શેખ અને સોનબેન આવી અને કહેલ કે, તમે કેમ આ પ્લોટ સાફ કરાવો છો તેમ કહી ભુંડા બોલી ગાળો આપી ઢીંકાપાટુનો માર મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધકી આપી હતી. આ બનાવ અંગે મુક્તાબેને ત્રણેય ઈસમ વિરૂધ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવેલ છે.

What's Your Reaction?






