તજજ્ઞો મારફત સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું:નાળિયર વિકાસ બોર્ડે નાળિયેરી પાક પર તાંત્રિક સંવર્ધન કાર્યક્રમનું આયોજન
નવસારી કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ અસ્પી બાગાયત મહાવિદ્યાલય ખાતે નાળિયર વિકાસ બોર્ડ (ભારત સરકાર), જુનાગઢ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારી અને બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના સયુંકત ઉપક્રમે નાળીયેરીની ખેતી અને મૂલ્યવર્ધન વિષય પર એક દિવસીય તાંત્રિક સંવર્ધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત શર્મા. બાગાયત મહાવિદ્યાલયના ડીન ડો. અલકા સિંગ, સહ-સંશોધન નિયામક ડો. લલિત મહાત્મા, બાગાયત ખાતું (સુરત) વિભાગના સંયુક્ત બાગાયત નિયમક દિનેશ પડાલીયા, નાળિયેર વિકાસ બોર્ડ (ભારત સરકાર-જુનાગઢ કેન્દ્ર) ના નાયબ નિયામક કુમારવેલ એસ. તેમજ ફળ વિજ્ઞાન વિભાગમાંથી ડો. ડી. કે. શર્મા, ડો. ભુપેન્દ્ર ટંડેલ, ડો પંકજ ભાલેરાવ અને ડો. ચિરાગ દેસાઈ હાજર રહ્યા હતા. સદર એક દિવસીય તાંત્રિક સંવર્ધન કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતમાંથી બાગાયત ખાતાના 30 જેટલા અધિકારીઓએ ઉસ્તાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં એમને નાળીયેર પાકમાં ઉત્પાદન વધારવા માટેના મુખ્ય મુદ્દાઓ, રોગ-જીવાતોનું સંકલિત નિયંત્રણ, મૂલ્યવર્ધન તેમજ ગુજરાત સરકાર અને નાળીયેરી વિકાસ બોર્ડ, ભારત સરકાર તરફતી મળતી વિવિધ સહાય જેવા અલગ-અલગ વિષય પર યુનિવર્સીટીના તજજ્ઞો મારફત સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું સદર કાર્યક્રમનું સૂત્ર સંચાલન ડો. પંકજ ભાલેરાવએ કર્યુ હતું.

What's Your Reaction?






