સ્નાતકોમાં આક્રોશ:કૃષિ યુનિ.ના ફોરેસ્ટ્રીના સ્નાતકોની જંગલ ખાતાની નોકરીમાં કેમ અવગણના કરાય?
નવસારીના ફોરેસ્ટ્રી વિભાગમાં અભ્યાસ કરી સ્નાતક બન્યા બાદ તેઓને સરકારી નોકરી માટે અવગણના કર્યા બાદ સ્નાતકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રીમાં સ્નાતક બનેલા છાત્રોનો આક્ષેપ છેકે ગુજરાતમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓએ સરકાર સામે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે. તાજેતરમાં જંગલખાતાની વિવિધ પોસ્ટ્સ જેવી કે ફોરેસ્ટ ગાર્ડ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ માટે જાહેર કરાયેલા ભરતીમાં માટે ફોરેસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોને કોઈ પ્રકારની વિશિષ્ટ પ્રાધાન્ય અપાયું નથી."આ અમારો અભ્યાસ અને મહેનતની અવગણના છે, એવો આક્ષેપ નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી ફોરેસ્ટ્રીનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ કર્યો છે. વિષયો જુદા હોય સ્નાતકોને ન્યાય મળતો નથી ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓનો દાવો છે કે તેમનો અભ્યાસ સીધો જંગલખાતાની કામગીરી સાથે સંકળાયેલો છે. જેમાં વન વ્યવસ્થાપન, જંગલ નિયમો, વનસ્પતિ શાસ્ત્ર અને જંગલી જીવ સુરક્ષા જેવા વિષયો સામેલ છે, છતાં સામાન્ય વિજ્ઞાન વિષયના ઉમેદવારોને સમાન કે વધુ અવકાશ મળતા હોવાને કારણે ન્યાયના અભાવની લાગણી વિકસતી જોવા મળી રહી છે.

What's Your Reaction?






