જમીન વિવાદમાં પોલીસ સાથે ઉદ્ધતાઈ:મોટા થાવરિયામાં PI-PSI સાથે અભદ્ર વર્તન કરનાર ત્રણ શખ્સની ધરપકડ

જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં જમીન વિવાદ મામલે એક ગંભીર ઘટના સામે આવી છે. એક ખેડૂતની જમીનના કાનૂની વિવાદમાં વચ્ચે પડેલા શખ્સે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેડૂત કાનજી સંઘાણીએ પંચકોશી 'એ' ડિવિઝન પોલીસને જાણ કરી હતી કે તેમની વાડીએ ત્રણ શખ્સો આવીને ઝઘડો કરી રહ્યા છે. PSI એ.આર. પરમાર સ્થળ પર પહોંચ્યા ત્યારે લાલપુરના જીતેશ ચાવડા, ખાનકોટડાના ઈમ્તીયાઝશા શાહમદાર અને દિગ્વિજયસિંહ જાડેજાએ અભદ્ર વર્તન કર્યું હતું. આરોપીઓએ PSI સાથે બિભત્સ વાણી વિલાસ કરી એટ્રોસિટીની ફરિયાદની ધમકી આપી હતી. PI એમ.એન. શેખ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમની સાથે પણ આવું જ વર્તન કરવામાં આવ્યું હતું. જમીન વિવાદની વાત કરીએ તો, આ જમીન ખેડૂતે એક ભરવાડને વેચી હતી. ત્યારબાદ ખેડૂતના વારસદારોએ વારસાઈ હક માટે કોર્ટમાં કેસ કર્યો હતો. આરોપી જીતેશ, જેને જમીનમાં કોઈ હિસ્સો નથી, તે ભરવાડ પક્ષે વચ્ચે પડ્યો હતો. અગાઉ પણ તેણે ઘઉંની ઉપજ બાબતે ઝઘડો કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની વિરુદ્ધ ફરજમાં રુકાવટ અને ધમકી આપવાનો કેસ નોંધ્યો છે.

Jun 2, 2025 - 03:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow