ડેમના બે દરવાજાઓ ખુલ્લા:કરજણ ડેમની 108.66 મીટર સપાટી, બે દરવાજા હજી ખુલ્લા

રાજપીપળા નજીક આવેલાં કરજણ ડેમના બે દરવાજાઓ ખોલી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. શુક્રવારના રોજ ડેમની સપાટી 108.66 મીટર નોંધાઇ હતી. ઉપરવાસ માંથી 3218 કયુસેક પાણી આવી રહયું છે જેની સામે બે દરવાજાઓ ખોલીને 5475 કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. કરજણ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે બે દરવાજા 0.60 મીટરની સપાટીથી ખુલ્લા રાખવામાં આવ્યાં છે. હાલની તારીખે ડેમ 67.66 ટકા ભરાઇ ચુકયો છે. શુક્રવારે રાત્રિના 8 વાગ્યે ડેમની સપાટી 108.66 મીટર નોંધાઇ હતી. ડેમની મહત્તમ સપાટી 115.25 મીટરની છે. ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણીની આવક 3218 કયુસેક નોંધાઇ છે. જેની સામે બે દરવાજા 0.60 મીટરની સપાટીથી ખોલીને 5475 કયુસેક પાણી નદીમાં છોડાયું છે. ડેમના પાણીનો ઉપયોગ વીજ ઉત્પાદન તથા સિંચાઇ માટે કરે છે. ડેમમાં પાણીની આવકની સામે જાવકમાં વધારો જોવા મળી રહયો છે.

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow