મનપાની જરૂરિયાત:ગાંધીધામને વધુ એક સબ ડિવિઝન માટે માંગ

ગાંધીધામ શહેરને મનપાનો દરજ્જો મળ્યો છે ત્યારે તેને સબ ડીવીઝનનું બાયફરગેશન કરી નવું સબ ડીવીઝન બનાવવા માટે સંઘ દ્વારા રજુઆત કરાઈ હતી. રજુઆત કર્તાઓએ જણાવ્યું હતું કે ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ પુરી પાડી શકાય તે માટે આ જરૂરી છે. પીજીવીસીએલ અંજાર સર્કલના ઔધોગિક વિકાસને જોતા ત્રણ નવા ઔધોગિક સબ ડીવીઝન આપવા ગત વર્ષે મંત્રીએ બાંહેધરી આપવા છતા આજદીન સુધી મંજુરી મળી નથી. ત્યારે પુર્વ મંત્રી વાસણભાઈ આહીર દ્વાર સત્વરે મંજુરી આપવા અને ઘટતી કાર્યવાહી પુર્ણ કરવાની ખાત્રી કનુભાઈ દેસાઈ દ્વારા અપાઈ હતી. કંપની ચેન્જ તથા સર્કલ ચેન્જ બદલીના ઓર્ડરો થતા પીજીવીસીએલ કંપનીના ચાર થી પાંચ સર્કલોમાં જુ. આસીસ્ટંટની અડધી ખાલી થયેલી જગ્યાઓ ભરવા પણ રજુઆત કરાઈ હતી. આ સાથે કચ્છમાં વારંવાર જગ્યાઓ ખાલી થઈ જતી હોવાથી શિક્ષકોની ભરતી કરવા પણ ચર્ચા થઈ હતી. દેશની રક્ષા કરતા વીર સૈનિકોને અવીરત વિજ સપ્લાય મળે તે માટે સરહદી સબ ડીવીઝન કચેરી મંજુર કરવા પણ વિનંતી કરાઈ હતી. હાલે સુઈ ગામથી નારાયણ સરોવર સુધીનો અંદાજે 400 થી 500 કિમીના લાંબા વિસ્તારમાં તેની જાળવણી થતી નથી. ઉર્જા વિભાગ હેઠળ કંપનીઓમાં ફોલ્ટ સેન્ટરનું ખાનગીકરણ અટકાવવા પણ ચર્ચા થઈ હતી. જેમાં પુર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે કનુભાઈ દેસાઈને જણાવ્યું કે કચ્છમાં ભુકંપ, વાવાઝોડા, અતિ વરસાદ જેવી સ્થિતિમાં કર્મચારીઓએ નિષ્ઠાપુર્ણ કામગીરી કરી છે. આ સમયે પુર્વ સાંસદ પરબત પટેલ,સંઘના સચિવ બળદેવભાઈ પટેલ, ચિરાગભાઈ શાહ, સી.ટી.ગોહીલ, ગોપાલભાઈ માતા હાજર રહ્યા હતા. ગેટકોના આ. લાઈનમેનની 1100 જગ્યાઓ ખાલી અખિલ ગુજરાત વિધૃત કામદાર સંઘના ગેટકોના સભ્યો તરફથી મળેલી રજુઆત અનુસાર ગેટકો કંપનીમાં આ. લાઈનમેન કેડરની અંદાજીત 1100 જેટલી જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડેલી છે. જેને ભરવામાં આવે તે માટે પણ મંત્રીએ સુચના આપી હતી.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow