મહેસાણામાં નકલી સોનાના વેચાણનો પર્દાફાશ:રાજસ્થાની શખ્સ 70 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયો, થરાદમાં 3 લાખની છેતરપિંડી કરી હતી

મહેસાણા એસઓજી પોલીસે નકલી સોનાના વેચાણનો ભાંડો ફોડ્યો છે. પોલીસે રાજસ્થાનના વતની અને હાલ પાટણમાં રહેતા લાલારામ દેવારામ બાવરીની ધરપકડ કરી છે. એસઓજી ટીમના પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમાર લવજીભાઈ અને ધર્મેન્દ્રકુમાર ગણેશભાઇને બાતમી મળી હતી કે, એક શખ્સ બાઈક લઈને ઊંઝા હાઇવે તરફથી મહેસાણા આવી રહ્યો છે. આ શખ્સ નકલી સોનાનું વેચાણ કરવાનો છે. બાતમીના આધારે પોલીસે રામોસણા બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. આરોપી લાલારામ પાસેથી પિત્તળના મણકાની માળાનો જુમખો, 42,000 રૂપિયા રોકડા, મોબાઇલ ફોન અને મોટરસાઇકલ મળી કુલ 69,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે થરાદમાં એક વ્યક્તિને અસલ સોનું સસ્તા ભાવે આપવાની લાલચ આપી હતી. આ રીતે નકલી સોનાનો હાર આપીને 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. થરાદ પોલીસ સ્ટેશનમાં આ મામલે પહેલેથી જ ગુનો નોંધાયેલો છે. પોલીસે આરોપીની બીએનએસએસ-2023ની કલમ-35(1)ઇ મુજબ ધરપકડ કરી છે. વધુ તપાસ માટે આરોપીને થરાદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Jun 6, 2025 - 20:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow