શ્રાવણના બીજા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર:સોમનાથદાદાની ભવ્ય પાલખીયાત્રા નીકળી; CM ભૂપેન્દ્ર પટેલે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા
આજે (4 ઓગસ્ટે) પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર, એટલે શિવભક્તો માટે એક અનોખી આસ્થાનો દિવસ. આજે વહેલી સવારથી જ ગુજરાતભરનાં શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું છે. ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી મંદિરોનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. શ્રાવણના આ પવિત્ર દિવસે ભક્તો શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે. આજે ભક્તો માટે માત્ર પૂજા-અર્ચના જ નહીં, પરંતુ એક ઉત્સવ જેવો માહોલ છે. ઘણા ભક્તો પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા છે. શ્રાવણના બીજા સોમવારે મહાદેવનાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે. આ પણ વાંચો : શ્રાવણમાં સોમનાથ જતા હો તો આટલું જાણી લો આ પણ વાંચો : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં કેવો હતો માહોલ?

What's Your Reaction?






