પાણીનો વ્યય:ગારિયાધાર પાલિકા પાસે જ પાણીનો વ્યય
ગારીયાધાર નગરપાલિકા કચેરીના દરવાજા પાસે જ પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. છતા નગરપાલિકાના અધિકારીઓ દ્રારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. પાણીનો બગાડ એટલો બધો હોય છે કે જાણે ચોમાસામાં વરસાદનું પાણી વહી રહ્યું હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ બાબતે યોગ્ય પગલા લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.

What's Your Reaction?






