જામનગરના પસાયા ગામમાં ધાર્મિક કાર્યક્રમ:કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ, ધ્વજારોહણ અને વૃક્ષારોપણ કરાયું
જામનગર તાલુકાના પસાયા ગામમાં મહાકાળી માતાજીના મંદિરે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદ, નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. પસાયા ગામના અગ્રણી ધનુભા જાડેજા અને તેમના પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા અને પૂર્વ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા અને સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ તરીકે ડો. હાર્દિકભાઈ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો, આસપાસના ગામના સરપંચો, આગેવાનો, રાજપૂત યુવા સંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્નેહીજનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના રાજેશ્વરી ટ્રેડિંગના મહિપતસિંહ દિલુભા જાડેજા અને ગુલાબસિંહ ભગવાનજી જાડેજા દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું બળદગાડાની પ્રતિકૃતિ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જાડેજા પરિવારના મોભી અને પસાયા ગામના પૂર્વ સરપંચ દિલુભા જાડેજા, હેમભા જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, કેશુભા જાડેજા તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજપૂત શક્તિ સંસ્થાના પ્રવિણસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.

What's Your Reaction?






