છેત્તરપિંડીની ફરિયાદ:ઝઘડિયાના દંપતી સાથે યુકેના વિઝાના બહાને રૂા. 23 લાખથી વધુની ઠગાઈ

ભરૂચના ઝઘડિયા ખાતે પિનેશકુમાર હરેશભાઈ પટેલ પત્ની સહિતના પરિવાર સાથે રહે છે. તેઓ છેલ્લાં કેટલાંય સમયથી આણંદના જિટોડિયા ખાતે આવેલા ચહેર દર્શન કરવા માટે આવતા હતા. વલ્લભવિદ્યાનગર સ્થિત મહાદેવ વિસ્તારમાં રહેતા તરૂલતાબેન અંબાલાલ પરમાર સાથે થયો હતો વાતોવાતોમાં તેમણે તેઓ વિદેશ મોકલવાનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2023માં પિનેશકુમારે પોતાના પત્નીને યુકે સ્ટુડન્ટ વિઝા પર જવું હોવાની વાત કરી હતી. જેને લઈને તેમણે આ પેટે રૂપિયા 25 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. દંપતીને પરિવાર સાથે વિદેશ જવું હોય તેઓ તૈયાર થયા હતા. જે પેટે પિનેશે તેની પત્નીના ડોક્યુમેન્ટસ આપ્યા હતા. બીજી તરફ યુવકે લોન લઈ ઉપરાંત તેની બચતના કરીને થોડા-થોડાં કરીને રૂપિયા 23.25 લાખ ચૂકવ્યા હતા. પરંતુ આ વાતને ઘણો સમય થયો પણ તેમના સ્ટુડન્ટ વિઝા આવતા નહોતા. બીજી તરફ તેમણે પૂછપરછ કરતા સ્ટુડન્ટને બદલે વિઝિટર વિઝા કરી આપીશું તેમ જણાવ્યું હતું. પરંતુ એ વિઝા અપાવવામાં પણ નિષ્ફળ નીવડ્યા હતા અને તેમણે લીધેલી ડિગ્રીઓ યુકેમાં ચાલતી ન હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, તેમણે તેમના ફોર્મ માનસી બુચને મોકલ્યા હતા. જોકે, બે-અઢી વર્ષ પછી પણ પૈસા ન મળતાં તેમણે પૈસા પરત માંગતા મહિલાએ ગણપત અને ધ્રુવેશ દરજી પૈસા પરત આપશે પછી હાથ અદ્ધર કરી દીધા હતા.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow