વાહનોની અવરજવર માટે ટ્રાફિક નિયમન:નવસારીમાં 5 થી વધુ જગ્યાએ ટ્રાફિક કંટ્રોલ કરવા સિગ્નલ મુકાશે
નવસારી શહેરમાં પ્રથમવાર બે સર્કલોએ ટ્રાફિક સિગ્નલ મુકાયા બાદ હવે 5થી વધુ જગ્યાએ મૂકવાનો નિર્ણય લેવાયો છે. નવસારી શહેરમાં અનેક જગ્યાએ ત્રણ યા ચાર રસ્તા પડે છે ત્યાં સર્કલો છે અને ત્યાં વાહનોની અવરજવર માટે ટ્રાફિક નિયમન જરૂરી છે. હાલ સુધી તો મહત્તમ સર્કલોએ ટ્રાફિક જવાન મૂકી નિયમન કરાય છે યા અનેક સર્કલે તો કેટલીકવાર જવાન પણ હોતા નથી. જોકે ગત પાલિકા વેળા પ્રથમવાર શહેરમાં બે જગ્યાએ ટ્રાફિક સિગ્નલ મૂકવાનો નિર્ણય લેવાયો હતો અને મહાપાલિકા બન્યા બાદ હાલ જૂનાથાણા વિસ્તારમાં તથા લુન્સીકૂઇ લાયન્સ સર્કલ નજીક મૂકી પણ દેવાયા છે. હવે મળતી માહિતી મુજબ મનપાએ શહેરમાં વધુ 5 થી વધુ જગ્યાએ ઇલેક્ટ્રોનિક ટ્રાફિક સર્કલ મૂકવાનો નિર્ણય લીધો છે. જેમાં ઇટાળવા, છાપરા ચાર રસ્તા, એરુ ચાર રસ્તા, સર્કિટ હાઉસ, ગોલવાડ વગેરેનો સમાવેશ થાય છે. આ માટે 77લાખ રૂપિયાનું ટેન્ડરિંગ પણ કરી દીધું છે.

What's Your Reaction?






