IPLની ફાઇનલ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી:અમદાવાદમાં SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ સ્કૂલને ઇ-મેલ મળ્યો, રેપકેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા બ્લાસ્ટની ધમકી
IPLની ફાઇનલ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદમાં SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. સ્કૂલે આ ધમકી અંગે પોલીસ-DEO કચેરીને જાણ કરી છે. રેપકેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા માટે શાળામાં બ્લાસ્ટની ધમકી અપાઈ છે. પોલીસ અને DEO કચેરીને જાણ કરી: સ્કૂલ-સંચાલક સ્કૂલના સંચાલક હરેશ વાઢેરે જણાવ્યું હતું કે ઈ-મેલ આવતાં જ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્કૂલમાં આવીને બોમ્બ-સ્ક્વોડ સાથે તપાસ કરી હતી, પરંતુ કંઈ મળ્યું નથી. DEO કચેરીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. સ્કૂલમાં બિનઅધિકૃત વ્યક્તિને ન આવવા દેવા જણાવાયું: DEO આ અંગે અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે સ્કૂલને ધમકી મળતાં સ્કૂલે પોલીસને અને DEO કચેરીને જાણ કરી છે. સ્કૂલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સ્કૂલને સપોર્ટ કરવા પોલીસને જાણ કરવામાં આવી છે. સ્કૂલમાં બિનઅધિકૃત વ્યક્તિને ન આવવા દેવા પણ જણાવવામાં આવ્યું છે. ‘બોમ્બ-સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ’ ઝોન 7 DCP શિવમ વર્માએ જણાવ્યું હતું કે સ્કૂલને ઉડાવવાની ધમકી મળ્યા બાદ બોમ્બ- સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઈ-મેલ કરનારની તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેલ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે. શું લખ્યું છે ઈ-મેલમાં? શાળાને જે ઈ-મેલ કરવામાં આવ્યો છે એમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈ વાત કરવામાં આવી છે. પોલીસ આ કેસમાં ઊંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. મેલમાં આક્ષેપ કરાયો છે કે વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા રેપના કેસમાં પોલીસનું ધ્યાન ખેંચાય એ માટે શાળામાં બ્લાસ્ટ કરીશું. રેપમાં દિવિજ નામનો ઉલ્લેખ કરાયો છે. દિવિજનાં માતા-પિતા દ્વારા પુત્રવધૂ પાસે એક કરોડના દહેજની માગણી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. સવાલ ઉઠાવાયો છે કે દિવિજનાં માતા-પિતા સામે દહેજના કેસમાં કોઈ કાર્યવાહી કેમ નથી થઈ રહી? ધમકીભર્યો ઇ-મેલ

What's Your Reaction?






