પાટણમાં રાખડી બજારમાં ખરીદીનો ધમધમાટ:ડાયમંડ અને રાજસ્થાની રાખડીઓનું વિશેષ આકર્ષણ, બાળકોમાં ટોમ એન્ડ ઝેરી, છોટા ભીમ અને લાઈટીંગવાળી કાર્ટુન રાખડીઓ લોકપ્રિય
રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પાટણ શહેરની બજારોમાં રાખડીઓની ખરીદીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. શહેરના રાખડી બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ લોકોનું ધ્યાન આકર્ષી રહી છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવ મહિમાની સાથે અનેક ધાર્મિક તહેવારો ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન પર્વનું વિશેષ મહત્વ છે. આ પર્વની ઉજવણીને લઈને નગરજનોમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધી તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ પણ બહેનની રક્ષા કરવાની જવાબદારી સ્વીકારે છે. આ પવિત્ર બંધનને લઈને પાટણની બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. આ વર્ષે રાખડી બજારમાં ખાસ કરીને રાજસ્થાની રાખડી, ડાયમંડ રાખડી, સુખડ તેમજ રુદ્રાક્ષની રાખડીઓની માંગ વધુ જોવા મળી રહી છે. બાળકોમાં ટૉમ એન્ડ ઝેરી, છોટા ભીમ, બેટમેન તેમજ લાઈટીંગવાળી કાર્ટુન રાખડીઓ વિશેષ લોકપ્રિય બની રહી છે. રક્ષાબંધન પર્વને આડે હવે માત્ર થોડા દિવસો બાકી રહ્યા છે. તેથી શહેરના રાખડી બજારમાં ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે બજાર માં 5 રૂપિયા થી લઈને 100 રૂપિયા સુધીના ભાવ ની રાખડી બજારમાં વેચાઈ રહી છે બહેનો પોતાના ભાઈઓ માટે પસંદગીની રાખડી ખરીદવા બજારમાં ઉમટી રહી છે.

What's Your Reaction?






