ગુજરાત યુનિ.ના સિન્ડિકેટ સભ્યએ HRDCના ડાયરેક્ટર પાસે 75 લાખ માગ્યા:ચેમ્બરમાંથી બોલાવી કહ્યું,UGCની ગ્રાન્ટમાંથી પૈસા આપવા પડશે; NSUIએ નકલી નોટો ઉડાવી, પોલીસ સાથે ઘર્ષણ

ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્ય અને ABVPમાં હોદ્દો ધરાવતી એક વ્યક્તિએ યુનિ.ના HRDC (હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર)ના ડાયરેક્ટર પાસેથી 75 લાખની માગ કરી હતી. ડાયરેક્ટરને પોતાની ઓફિસમાં બોલાવીને UGCમાંથી આવતી ગ્રાન્ટમાંથી 75 લાખ આપવા પડશે એવી વાત કરી હતી. જો આ પૈસા ન આપે તો તેમના ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ વિસ્તૃત ફરિયાદ કરી અહેવાલ માગવામાં આવશે. એ બાદ તે સભ્ય અને અન્ય સિન્ડિકેટ સભ્ય તપાસ કમિટીમાં રહીને ડાયરેક્ટરને નુકસાન કરશે. ડાયરેક્ટર દ્વારા આ અંગે ગુજરાત યુનિવર્સિટીમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સિન્ડિકેટ સભ્યએ ડાયરેક્ટર પાસે જ નહીં, અન્ય વ્યક્તિઓ પાસેથી પણ લાખો રૂપિયા હોવાની ફરિયાદ થઈ છે, જેની તપાસ ચાલી રહી છે. આજે આ મામલે NSUI દ્વારા યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં કુલપતિની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી 75 લાખની નકલી નોટો ઉડાવી હતી. આ સમયે પોલીસ અને NSUIના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે તમામ કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. કુલપતિએ સિન્ડિકેટની બેઠક બોલાવી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ મામલે 5 વાગ્યે ઓનલાઇન સિન્ડિકેટ બેઠક રાખવામાં આવી છે. કુલપતિ વિદેશ હોવાથી સિન્ડિકેટ સભ્યો સાથે ઓનલાઇન માધ્યમથી બેઠક કરશે. આ બેઠકમાં 75 લાખની માગણી મામલે ચર્ચા થશે, એ બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્ણય કરવામાં આવી શકે છે. NSUIએ 75 લાખની નકલી નોટો ઉડાવી, પોલીસ સાથે ઘર્ષણ ગુજરાત યુનિવર્સિટીમાં NSUI અને યૂથ કોંગ્રેસ દ્વાર 75 લાખની માગણી બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. હાથમાં ખંડણીખોર, ABVP ખંડણીખોર, હપતાખોર શ્વેતલ સૂતરિયા સહિતનાં બેનરો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો કુલપતિની ઓફિસ બહાર પહોંચ્યા હતા, જોકે કુલપતિની ઓફિસ બંધ હોવાથી કાર્યકરો ઓફિસ બહાર જ બેસીને વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ 75 લાખની નકલી નોટો કુલપતિની ઓફિસ બહાર ઉડાવી વિરોધ કર્યો હતો. કાર્યકરોએ રામધૂન બોલાવી શ્વેતલ સૂતરિયા, રજિસ્ટ્રાર અને કુલપતિ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ જમીન પર સૂઈ જતાં મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને NSUIના કાર્યકરોના પગ પકડીને અટકાયત કરવી પડી હતી. કાર્યકરોને ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કુલપતિ લોબીમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. અટકાયત કરેલા કાર્યકરોને પોલીસની ગાડીમાં લઈ જતા એક કાર્યકર પોલીસની ગાડી આગળ સૂઈ ગયો હતો. સૂતરિયા અને તેના ગુરુને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરોઃ નરેન્દ્ર સોલંકી આ અંગે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપના ખંડણીખોર સિન્ડિકેટ સભ્યએ 75 લાખની માગણી કરી એ બદલ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. શ્વેતલ સૂતરિયા અને તેના ગુરુને તાત્કાલિક તેમના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ. જ્યાં સુધી સરકાર દ્વારા નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારો વિરોધ યથાવત્ રહેશે. 10 વર્ષના નાણાકીય ખર્ચ સહિતની વિગતો માગતી ફરિયાદ કરી હતી આ બનાવના થોડા દિવસમાં 31 જુલાઈએ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સૂતરિયાએ ગુજરાત યુનિવર્સિટીમાં HRDC વિભાગની ફરિયાદ કરી હતી, જેમાં છેલ્લાં 10 વર્ષના નાણાકીય, શૈક્ષણિક અને વહીવટી કામગીરીની વિસ્તૃત તપાસ માટે જરૂરી દસ્તાવેજોની માગણી કરી હતી. ગ્રાન્ટ અને આવકના સ્ત્રોત, ઓડિટ અને નાણાકીય વ્યવસ્થા, સ્ટાફ અને કર્મચારીઓનું મહેતાણું અને નાણાકીય ભથ્થું, દરેક કોર્સ માટેની ફી તથા ખર્ચ સહિતની વિગતો માગી હતી. HRDCના ડાયરેક્ટર દ્વારા 75 લાખ રૂપિયા ના આપવામાં આવતાં આ ફરિયાદ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. મેં કોઈની પાસે પૈસાની માગણી કરી નથી: સિન્ડિકેટ સભ્ય ફરિયાદ કરનાર સિન્ડિકેટના સભ્ય શ્વેતલ સૂતરિયાએ જણાવ્યું હતું કે મેં HRDC, GUPEC અને અન્ય વિભાગની ફરિયાદ કરીને વિગત માગી છે. મેં કોઈની પાસે પૈસાની માગણી કરી નથી. મારે અત્યારે કંઈ કહેવું નથી: જગદીશ જોશી HRDC વિભાગના ડાયરેક્ટર જગદીશ જોશીએ જણાવ્યું હતું કે મારી પાસે કોણે પૈસા માગ્યા એ વિષય પર મારે અત્યારે કંઈ કહેવું નથી. સરકારે આવા પ્રતિનિધિની તાત્કાલિક નિમણૂક રદ કરવી જોઈએઃ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા મુકાયેલા પ્રતિનિધિ જ્યારે સિન્ડિકેટ સભ્ય તરીકે કામ કરતા હોય ત્યારે તેમને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવાનું હોય છે, પરંતુ આ સિન્ડિકેટ સભ્ય યુનિવર્સિટીમાંથી લૂંટનું કામ કરી રહ્યા છે, જે વિદ્યાર્થીના હિતમાં નથી. જેથી સરકારે આવા પ્રતિનિધિઓની તાત્કાલિક નિમણૂક રદ કરવી જોઈએ. આ કિસ્સામાં સિન્ડિકેટ સભ્યનું તાત્કાલિક અસરથી રાજીનામું લેવું જોઈએ. આ મામલે તપાસ બાદ શિક્ષણ વિભાગને જાણ કરાશે આ અંગે યુનિવર્સિટીમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. કુલપતિ અત્યાર હાજર નથી, પરંતુ આવીને આ મામલે તપાસ કરી શિક્ષણ વિભાગને જાણ પણ કરશે. સિન્ડિકેટ સભ્ય સામેની ફરિયાદ ઉપર સુધી ન પહોંચે એ માટે ધારાસભ્ય પણ પ્રયત્ન કરી રહ્યા છે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow