હુમલો:માતરના બે યુવાનોને જમવાની લાલચે એકસપ્રેસ હાઇવે પર બોલાવી હુમલો
આમોદ તાલુકાના માતર ગામના બે યુવાનોનું અપહરણ કરી તેમના પર જીવલેણ હૂમલો થયો હોવાની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં બંને યુવાનોને માર મારી તેમને એકસપ્રેસ હાઇવે પર દહેગામ ટોલનાકા પાસે ફેંકી દેવાયાં હતાં. ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ભરૂચના આમોદ તાલુકાના માતર ગામના એજાજ અને પ્રદીપ નામના યુવાન ઉપર ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ટોલનાકા પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અપહરણ કરવાના ઇરાદે બંને યુવાનો ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.કરજણ તાલુકાના સાંપા અને વલણના અને પાદરા તાલુકાના આતી ગામના યુવાનોએ તિક્ષણ હથિયારથી હૂમલો કર્યો હોવાનો આક્ષેપ બંને ઇજાગ્રસ્ત યુવાનોએ કર્યો છે. એજાજ અને પ્રદિપને ઢોર માર મારવામાં આવ્યો હતો. માર મારીને બંનેને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ભરૂચ દેહગામ ટોલ નાકા પાસે નાખીને હૂમલાખોરો ફરાર થઇ ગયાં હતાં. ઇજાગ્રસ્ત એજાજે તેના સગા સંબંધીને પોતાન પર હુમલો થયો હોવાની જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં. પહેલાં તેઓ ઇજાગ્રસ્તને પોતાના ઘરે આવ્યા હતા ત્યાંથી આમોદ અને વધુ સારવાર અર્થે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

What's Your Reaction?






