બોટાદમાં ભાજપની જિલ્લા કાર્યશાળા:મોદી સરકારના 11 વર્ષની ઉજવણી, પ્રદેશ વક્તા પુનિત શર્માની ઉપસ્થિતિ

બોટાદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યશાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'સંકલ્પથી સિદ્ધિ સુધી-11 વર્ષ' અંતર્ગત યોજાઈ હતી. પ્રદેશ વક્તા પુનિતભાઈ શર્માએ કાર્યશાળામાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી. વિકસિત ભારતના અમૃતકાળમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષની ઉજવણીનો આ કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર હાજર રહ્યા. જિલ્લા ભાજપ મહામંત્રીઓમાં રસિકભાઈ ભુંગાણી, જામસંગભાઈ પરમાર અને ભુપતભાઈ મેર તેમજ જયરાજભાઈ પટગીર ઉપસ્થિત રહ્યા. જિલ્લા સહ ઈન્ચાર્જ તરીકે રમેશભાઈ ચાવડા, ચંદ્રકાંતભાઈ લાઠીગરા અને ઉદિતભાઈ જોષીએ હાજરી આપી. કાર્યશાળામાં પ્રદેશ, જિલ્લા અને મંડલના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓએ માર્ગદર્શન મેળવ્યું.

Jun 5, 2025 - 03:49
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow