EC: રાહુલના દાવા સાચા હોય તો સોગંદનામા પર સહી કરે:નહીંતર દેશની માફી માગે; રાહુલનો જવાબ- મેં સંસદમાં બંધારણ પર શપથ લીધા છે

ચૂંટણીપંચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને કહ્યું હતું કે જો તેઓ મતચોરીના તેમના દાવાઓને સાચા માને છે તો તેમણે સોગંદનામા પર સહી કરવી જોઈએ. જો તેમને તેમના દાવાઓમાં વિશ્વાસ નથી તો તેમણે દેશની માફી માગવી જોઈએ. સમાચાર એજન્સી ANIએ ચૂંટણીપંચનાં સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો રાહુલ માને છે કે ચૂંટણીપંચ સામેના તેમના આરોપો સાચા છે તો તેમને સોગંદનામા પર સહી કરવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. આ દરમિયાન કર્ણાટકના બેંગલુરુમાં ફ્રીડમ પાર્કમાં આયોજિત 'મત અધિકાર રેલી' દરમિયાન રાહુલે કહ્યું હતું કે ચૂંટણીપંચ મારી પાસે સોગંદનામું માગે છે. તેઓ કહે છે કે મારે શપથ લેવા પડશે. મેં સંસદમાં બંધારણ પર શપથ લીધા છે. રાહુલે કહ્યું- આજે જ્યારે દેશના લોકો ડેટા વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે, ત્યારે ચૂંટણીપંચે વેબસાઇટ પોતે જ બંધ કરી દીધી છે. ચૂંટણીપંચ જાણે છે કે જો જનતા તેમની પાસેથી પ્રશ્નો પૂછવાનું શરૂ કરશે તો તેમનું આખું માળખું તૂટી જશે. આ પહેલાં ગુરુવારે રાહુલે દિલ્હીમાં એક પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણીપંચ પર મતદારયાદીમાં અનિયમિતતા અને મતચોરીનો આરોપ લગાવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે અમે અહીં મતચોરીનું એક મોડલ રજૂ કર્યું, મને લાગે છે કે આ જ મોડલનો ઉપયોગ દેશની ઘણી લોકસભા અને વિધાનસભાઓમાં થયો હતો. પ્રિયંકાએ કહ્યું- ચૂંટણીપંચ તપાસને બદલે સોગંદનામું માગી રહ્યું છે જ્યારે ચૂંટણીપંચ તરફથી સોગંદનામાનો મામલો સામે આવ્યો ત્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું- રાહુલ ગાંધીએ મતચોરી પર મોટો ખુલાસો કર્યો છે, જેની તપાસ થવી જોઈએ. ચૂંટણીપંચ મતદારયાદી આપતું નથી, આ બાબતની તપાસ કરવાને બદલે તે સોગંદનામું માગી રહ્યું છે. અમે સતત ડેટા બતાવી રહ્યા છીએ, પરંતુ ચૂંટણીપંચ એને સ્વીકારવા તૈયાર નથી. જો ભાજપ સરકાર ED અને CBIનો ઉપયોગ કરીને વિપક્ષ વિરુદ્ધ વિવિધ તપાસ કરી રહી છે, તો પછી તેમના હાથ નીચે બનેલી સમગ્ર ઘટનાની તપાસ કેમ નથી થઈ રહી? 7 ઓગસ્ટ: રાહુલનો આરોપ- ચૂંટણીપંચે ભાજપ માટે ચૂંટણીમાં ચોરી કરી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે મતદારયાદીમાં ગેરરીતિઓ પર 1 કલાક 11 મિનિટનું 22 પાનાંનું પ્રેઝન્ટેશન આપ્યું. રાહુલે કર્ણાટકની મતદારયાદી સ્ક્રીન પર બતાવી અને કહ્યું કે મતદારયાદીમાં શંકાસ્પદ મતદારો છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રનાં પરિણામો જોયાં પછી અમારી શંકા ઘેરી બની કે ચૂંટણીમાં ચોરી થઈ હતી. મશીન રીડેબલ મતદારયાદી પૂરી ન પાડીને, અમને ખાતરી થઈ ગઈ કે ચૂંટણીપંચે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ચોરી કરી છે. રાહુલે કહ્યું હતું કે અમે અહીં મતચોરીનું એક મોડલ રજૂ કર્યું, મને લાગે છે કે આ જ મોડલનો ઉપયોગ દેશની ઘણી લોકસભા અને વિધાનસભાઓમાં થયો હતો. કર્ણાટક ચૂંટણીપંચે રાહુલના આરોપો પર સોગંદનામું માગ્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે તેમણે લેખિતમાં ફરિયાદ કરવી જોઈએ, જેથી આગળની કાર્યવાહી કરી શકાય. કર્ણાટકથી શરૂઆત, મહાદેવપુરા બેઠક પર 1 લાખ મતોની ચોરી કર્ણાટકની મહાદેવપુરા વિધાનસભા બેઠકની મતદારયાદી સ્ક્રીન પર બતાવતાં રાહુલે કહ્યું હતું કે અહીંના 6.5 લાખ મતોમાંથી 1 લાખ મતો ચોરાઈ ગયા છે. કોંગ્રેસના રિસર્ચમાં લગભગ એક લાખ ખોટાં સરનામાં અને એ જ સરનામાં પર અનેક મતદારો અને ડુપ્લિકેટ મતદારોનો ખુલાસો થયો. કર્ણાટકમાં અમે 16 બેઠક જીતી શક્યા હોત, પરંતુ અમે ફક્ત 9 બેઠક જીતી શક્યા. અમે આ સાત ગુમાવેલી બેઠકોમાંથી એકની તપાસ કરી, એ બેઠક બેંગલુરુ સેન્ટ્રલ હતી. આ બેઠક પર કોંગ્રેસને 6,26,208 મત મળ્યા. ભાજપને 6,58,915 મત મળ્યા. બંને પક્ષોના મતો વચ્ચેનો તફાવત ફક્ત 32,707 હતો. જ્યારે મહાદેવપુરા વિધાનસભા બેઠક પર મતદાન થયું ત્યારે બંને પક્ષો વચ્ચેના મતોનો તફાવત 1,14,046 હતો. રાહુલે કહ્યું- જો આપણે આ રીતે જોઈએ તો 1 લાખથી વધુ મતો ચોરાઈ ગયા. આ મતચોરી પાંચ રીતે કરવામાં આવી હતી. પછી મહારાષ્ટ્ર અને હરિયાણાનો ઉલ્લેખ રાહુલે કહ્યું- 6 મહિના કાગળોની તપાસ કરી અને પુરાવા ભેગા કર્યા​​​​​​ રાહુલે કહ્યું હતું કે અમે લાખો કાગળોની જાતે તપાસ કર્યા પછી આ પુરાવા એકત્રિત કર્યા છે. જો આ કાગળોને એક બંડલમાં રાખવામાં આવે તો એ 7 ફૂટ ઊંચા હશે. પુરાવા એકત્રિત કરવામાં લગભગ 6 મહિના લાગ્યા. આ એટલા માટે થયું, કારણ કે ચૂંટણીપંચે જાણીજોઈને અમને મશીન-રીડેબલ ન હોય તેવા કાગળો પૂરા પાડ્યા, જેથી તેમને મશીન દ્વારા સ્કેન ન કરી શકાય. કર્ણાટક ચૂંટણીપંચે કહ્યું- રાહુલ ગાંધીએ સોગંદનામું આપે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી નિયમો હેઠળ જો કોઈ વ્યક્તિ મતદારયાદીની માન્યતા પર સવાલ ઉઠાવે છે, તો તેણે લેખિતમાં વિગતો આપવી પડશે. તેમણે નિયમ 20(3)(b) હેઠળ સોગંદનામા પર સહી કરીને આવા મતદારોનાં નામ આપવા જોઈએ, જેથી તેમના દાવાઓની ચકાસણી કરી શકાય અને જો જરૂરી હોય તો કાનૂની કાર્યવાહી શરૂ કરી શકાય. ચૂંટણીપંચ (ECI)એ રાહુલ ગાંધીની પ્રેસ-કોન્ફરન્સનો વીડિયો સોશિયલ મીડિયા સાઇટ X પર શેર કર્યો છે અને એને ભ્રામક ગણાવ્યો છે. રાહુલે પોતાના પ્રેઝન્ટેશનમાં બતાવ્યું કે 5 રીતે મતોની ચોરી કેવી રીતે થાય છે 1. ડુપ્લિકેટ મતદારો: 11,965: રાહુલનો દાવો- મતદારયાદીમાં ઘણી જગ્યાએ એક જ વ્યક્તિ જોવા મળી હતી. દરેક વખતે તેના બૂથ નંબર અલગ હતા. ત્રણ વખત મતદાન કરનારા 11 હજાર શંકાસ્પદ લોકો છે. આ લોકો ક્યાંથી આવી રહ્યા છે? 2. ખોટાં સરનામાં: 40,009 મતદાર: રાહુલનો દાવો- બેંગલુરુ સેન્ટ્રલમાં 40 હજારથી વધુ મતદારોનાં સરનામાં ખોટાં હોવાનું જાણવા મળ્યું. એ સરનામાં પર કોઈ રહેતું ન હતું, તો પછી કોણે મતદાન કર્યું? એક જ સરનામાં પર 46 મતદારો છે. 3. એક સરનામે અનેક મતદારો: રાહુલનો ત્રીજો દાવો- એક સરનામે અનેક મતદારો મળ્યા. બૂથ નંબર 470 પર લિસ્ટેડ ઘર નંબર 35 પર 80 મતદાર મળ્યા. એવી જ રીતે બીજા ઘરમાં 46 મતદાર નોંધાયેલા હતા. 4. અમાન્ય ફોટો: રાહુલનો દાવો- 4132 મતદારો એવા હતા, જેમનો મતદાર ઓળખપત્રમાંનો ફોટો અમાન્ય હતો. કેટલાક ફોટા એટલા નાના હતા કે તેમને ઓળખવા મુશ્કેલ હતા, તો પછી તેમણે મતદાન કેવી રીતે કર્યું. 5. ફોર્મ-6માં ગોટાળા: 70 વર્ષીય શકુન રાનીએ મ

Aug 9, 2025 - 07:30
 0
EC: રાહુલના દાવા સાચા હોય તો સોગંદનામા પર સહી કરે:નહીંતર દેશની માફી માગે; રાહુલનો જવાબ- મેં સંસદમાં બંધારણ પર શપથ લીધા છે
ચૂંટણીપંચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને કહ્યું હતું કે જો તેઓ મતચોરીના તેમના દાવાઓને સાચા માને છે તો તેમણે સોગંદનામા પર સહી કરવી જોઈએ. જો તેમને તેમના દાવાઓમાં વિશ્વાસ નથી તો તેમણે દેશની માફી માગવી જોઈએ. સમાચાર એજન્સી ANIએ ચૂંટણીપંચનાં સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો રાહુલ માને છે કે ચૂંટણીપંચ સામેના તેમના આરોપો સાચા છે તો તેમને સોગંદનામા પર સહી કરવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. આ દરમિયાન કર્ણાટકના બેંગલુરુમાં ફ્રીડમ પાર્કમાં આયોજિત 'મત અધિકાર રેલી' દરમિયાન રાહુલે કહ્યું હતું કે ચૂંટણીપંચ મારી પાસે સોગંદનામું માગે છે. તેઓ કહે છે કે મારે શપથ લેવા પડશે. મેં સંસદમાં બંધારણ પર શપથ લીધા છે. રાહુલે કહ્યું- આજે જ્યારે દેશના લોકો ડેટા વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે, ત્યારે ચૂંટણીપંચે વેબસાઇટ પોતે જ બંધ કરી દીધી છે. ચૂંટણીપંચ જાણે છે કે જો જનતા તેમની પાસેથી પ્રશ્નો પૂછવાનું શરૂ કરશે તો તેમનું આખું માળખું તૂટી જશે. આ પહેલાં ગુરુવારે રાહુલે દિલ્હીમાં એક પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણીપંચ પર મતદારયાદીમાં અનિયમિતતા અને મતચોરીનો આરોપ લગાવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે અમે અહીં મતચોરીનું એક મોડલ રજૂ કર્યું, મને લાગે છે કે આ જ મોડલનો ઉપયોગ દેશની ઘણી લોકસભા અને વિધાનસભાઓમાં થયો હતો. પ્રિયંકાએ કહ્યું- ચૂંટણીપંચ તપાસને બદલે સોગંદનામું માગી રહ્યું છે જ્યારે ચૂંટણીપંચ તરફથી સોગંદનામાનો મામલો સામે આવ્યો ત્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું- રાહુલ ગાંધીએ મતચોરી પર મોટો ખુલાસો કર્યો છે, જેની તપાસ થવી જોઈએ. ચૂંટણીપંચ મતદારયાદી આપતું નથી, આ બાબતની તપાસ કરવાને બદલે તે સોગંદનામું માગી રહ્યું છે. અમે સતત ડેટા બતાવી રહ્યા છીએ, પરંતુ ચૂંટણીપંચ એને સ્વીકારવા તૈયાર નથી. જો ભાજપ સરકાર ED અને CBIનો ઉપયોગ કરીને વિપક્ષ વિરુદ્ધ વિવિધ તપાસ કરી રહી છે, તો પછી તેમના હાથ નીચે બનેલી સમગ્ર ઘટનાની તપાસ કેમ નથી થઈ રહી? 7 ઓગસ્ટ: રાહુલનો આરોપ- ચૂંટણીપંચે ભાજપ માટે ચૂંટણીમાં ચોરી કરી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે મતદારયાદીમાં ગેરરીતિઓ પર 1 કલાક 11 મિનિટનું 22 પાનાંનું પ્રેઝન્ટેશન આપ્યું. રાહુલે કર્ણાટકની મતદારયાદી સ્ક્રીન પર બતાવી અને કહ્યું કે મતદારયાદીમાં શંકાસ્પદ મતદારો છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રનાં પરિણામો જોયાં પછી અમારી શંકા ઘેરી બની કે ચૂંટણીમાં ચોરી થઈ હતી. મશીન રીડેબલ મતદારયાદી પૂરી ન પાડીને, અમને ખાતરી થઈ ગઈ કે ચૂંટણીપંચે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ચોરી કરી છે. રાહુલે કહ્યું હતું કે અમે અહીં મતચોરીનું એક મોડલ રજૂ કર્યું, મને લાગે છે કે આ જ મોડલનો ઉપયોગ દેશની ઘણી લોકસભા અને વિધાનસભાઓમાં થયો હતો. કર્ણાટક ચૂંટણીપંચે રાહુલના આરોપો પર સોગંદનામું માગ્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે તેમણે લેખિતમાં ફરિયાદ કરવી જોઈએ, જેથી આગળની કાર્યવાહી કરી શકાય. કર્ણાટકથી શરૂઆત, મહાદેવપુરા બેઠક પર 1 લાખ મતોની ચોરી કર્ણાટકની મહાદેવપુરા વિધાનસભા બેઠકની મતદારયાદી સ્ક્રીન પર બતાવતાં રાહુલે કહ્યું હતું કે અહીંના 6.5 લાખ મતોમાંથી 1 લાખ મતો ચોરાઈ ગયા છે. કોંગ્રેસના રિસર્ચમાં લગભગ એક લાખ ખોટાં સરનામાં અને એ જ સરનામાં પર અનેક મતદારો અને ડુપ્લિકેટ મતદારોનો ખુલાસો થયો. કર્ણાટકમાં અમે 16 બેઠક જીતી શક્યા હોત, પરંતુ અમે ફક્ત 9 બેઠક જીતી શક્યા. અમે આ સાત ગુમાવેલી બેઠકોમાંથી એકની તપાસ કરી, એ બેઠક બેંગલુરુ સેન્ટ્રલ હતી. આ બેઠક પર કોંગ્રેસને 6,26,208 મત મળ્યા. ભાજપને 6,58,915 મત મળ્યા. બંને પક્ષોના મતો વચ્ચેનો તફાવત ફક્ત 32,707 હતો. જ્યારે મહાદેવપુરા વિધાનસભા બેઠક પર મતદાન થયું ત્યારે બંને પક્ષો વચ્ચેના મતોનો તફાવત 1,14,046 હતો. રાહુલે કહ્યું- જો આપણે આ રીતે જોઈએ તો 1 લાખથી વધુ મતો ચોરાઈ ગયા. આ મતચોરી પાંચ રીતે કરવામાં આવી હતી. પછી મહારાષ્ટ્ર અને હરિયાણાનો ઉલ્લેખ રાહુલે કહ્યું- 6 મહિના કાગળોની તપાસ કરી અને પુરાવા ભેગા કર્યા​​​​​​ રાહુલે કહ્યું હતું કે અમે લાખો કાગળોની જાતે તપાસ કર્યા પછી આ પુરાવા એકત્રિત કર્યા છે. જો આ કાગળોને એક બંડલમાં રાખવામાં આવે તો એ 7 ફૂટ ઊંચા હશે. પુરાવા એકત્રિત કરવામાં લગભગ 6 મહિના લાગ્યા. આ એટલા માટે થયું, કારણ કે ચૂંટણીપંચે જાણીજોઈને અમને મશીન-રીડેબલ ન હોય તેવા કાગળો પૂરા પાડ્યા, જેથી તેમને મશીન દ્વારા સ્કેન ન કરી શકાય. કર્ણાટક ચૂંટણીપંચે કહ્યું- રાહુલ ગાંધીએ સોગંદનામું આપે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી નિયમો હેઠળ જો કોઈ વ્યક્તિ મતદારયાદીની માન્યતા પર સવાલ ઉઠાવે છે, તો તેણે લેખિતમાં વિગતો આપવી પડશે. તેમણે નિયમ 20(3)(b) હેઠળ સોગંદનામા પર સહી કરીને આવા મતદારોનાં નામ આપવા જોઈએ, જેથી તેમના દાવાઓની ચકાસણી કરી શકાય અને જો જરૂરી હોય તો કાનૂની કાર્યવાહી શરૂ કરી શકાય. ચૂંટણીપંચ (ECI)એ રાહુલ ગાંધીની પ્રેસ-કોન્ફરન્સનો વીડિયો સોશિયલ મીડિયા સાઇટ X પર શેર કર્યો છે અને એને ભ્રામક ગણાવ્યો છે. રાહુલે પોતાના પ્રેઝન્ટેશનમાં બતાવ્યું કે 5 રીતે મતોની ચોરી કેવી રીતે થાય છે 1. ડુપ્લિકેટ મતદારો: 11,965: રાહુલનો દાવો- મતદારયાદીમાં ઘણી જગ્યાએ એક જ વ્યક્તિ જોવા મળી હતી. દરેક વખતે તેના બૂથ નંબર અલગ હતા. ત્રણ વખત મતદાન કરનારા 11 હજાર શંકાસ્પદ લોકો છે. આ લોકો ક્યાંથી આવી રહ્યા છે? 2. ખોટાં સરનામાં: 40,009 મતદાર: રાહુલનો દાવો- બેંગલુરુ સેન્ટ્રલમાં 40 હજારથી વધુ મતદારોનાં સરનામાં ખોટાં હોવાનું જાણવા મળ્યું. એ સરનામાં પર કોઈ રહેતું ન હતું, તો પછી કોણે મતદાન કર્યું? એક જ સરનામાં પર 46 મતદારો છે. 3. એક સરનામે અનેક મતદારો: રાહુલનો ત્રીજો દાવો- એક સરનામે અનેક મતદારો મળ્યા. બૂથ નંબર 470 પર લિસ્ટેડ ઘર નંબર 35 પર 80 મતદાર મળ્યા. એવી જ રીતે બીજા ઘરમાં 46 મતદાર નોંધાયેલા હતા. 4. અમાન્ય ફોટો: રાહુલનો દાવો- 4132 મતદારો એવા હતા, જેમનો મતદાર ઓળખપત્રમાંનો ફોટો અમાન્ય હતો. કેટલાક ફોટા એટલા નાના હતા કે તેમને ઓળખવા મુશ્કેલ હતા, તો પછી તેમણે મતદાન કેવી રીતે કર્યું. 5. ફોર્મ-6માં ગોટાળા: 70 વર્ષીય શકુન રાનીએ મતદાર ઓળખપત્ર મેળવવા માટે મહિનામાં બે વાર ફોર્મ 6 ભર્યું. એકવાર તેમનો ફોટો દૂરથી લેવામાં આવ્યો. બીજીવાર તેમણે ઝૂમ કરીને ફોટો અપલોડ કર્યો. ફોર્મ 6એ ફોર્મ છે જેના દ્વારા કોઈપણ નવો મતદાર, એટલે કે જેણે પહેલાં ક્યારેય મતદાર ઓળખપત્ર બનાવ્યું નથી, તે મતદારયાદીમાં પોતાનું નામ ઉમેરવા માટે અરજી કરી શકે છે. ચૂંટણીપંચ પર રાહુલના આરોપો, છેલ્લા 3 કેસ... 2 ઓગસ્ટ: બંધારણનું રક્ષણ કરનારી સંસ્થાને ખતમ કરી બંધારણનું રક્ષણ કરતી સંસ્થાને ખતમ કરવામાં આવી છે અને તેનો કબજો કરવામાં આવ્યો છે. અમારી પાસે એવા પુરાવા છે જે આખા દેશને બતાવાશે કે ચૂંટણીપંચ જેવી સંસ્થાનું કોઈ અસ્તિત્વ જ નથી. એ ગુમ થઈ ગઈ છે. ચૂંટણીપંચ જેવી સંસ્થા યોગ્ય રીતે કાર્ય કરતી નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ચૂંટણીપંચ દ્વારા પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજો સ્કેન અથવા કોપી કરી શકાતા નથી. ચૂંટણીપંચ મતદારયાદી પર સ્કેન અને કોપી પ્રોટેક્શન કેમ લાગુ કરે છે? 1 ઓગસ્ટ 2025: રાહુલે કહ્યું- મારી પાસે ચોરીના 100% પુરાવા છે રાહુલે વધુમાં કહ્યું કે હું આ વાત હળવાશથી નથી કહેતો, પરંતુ સો ટકા પુરાવા સાથે કહી રહ્યો છું. આખા દેશને ખબર પડશે કે ચૂંટણીપંચ ભાજપ માટે મતચોરી કરવાનું કામ કરી રહ્યું છે. મધ્યપ્રદેશની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં અમને શંકા હતી, મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન અમારી શંકાઓ વધુ ઘેરી બની. 24 જુલાઈ 2025: તમને લાગે છે કે તમે બચી જશો, તો તે તમારી ભૂલ છે કર્ણાટકની એક બેઠક પર ચૂંટણીપંચે છેતરપિંડી કરી છે. અમારી પાસે આના 100% પુરાવા છે. એક મતવિસ્તારમાં, 50, 60 અને 65 વર્ષની વયના હજારો નવા મતદારોને યાદીમાં ઉમેરવામાં આવ્યા છે અને 18 વર્ષથી વધુ ઉંમરના મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. એક બેઠકની તપાસ કરતી વખતે અમને આ ગોટાળા મળ્યા. મને ખાતરી છે કે દરેક બેઠક પર આ જ નાટક ચાલી રહ્યું છે. હું ચૂંટણીપંચને સંદેશ આપવા માગું છું. જો તમને લાગે છે કે તમે આનાથી બચી જશો તો એ તમારી ભૂલ છે. આ સમાચાર પણ વાંચો બિહાર મતદારયાદીમાંથી 65 લાખ નામો હટાવવામાં આવ્યાં: 22 લાખ લોકોનાં મોત; SIR ડેટા જાહેર, રાજ્યમાં 7.24 કરોડ મતદારો ચૂંટણીપંચે મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના પ્રથમ તબક્કાનો ડેટા જાહેર કર્યો છે. આ મુજબ બિહારમાં હવે 7.24 કરોડ મતદારો છે. અગાઉ આ આંકડો 7.89 કરોડ હતો. મતદારયાદી સુધારણા પછી 65 લાખ નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. દૂર કરાયેલાં નામોમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓ હવે આ દુનિયામાં નથી અથવા બીજે ક્યાંક કાયમી રીતે રહી રહ્યા છે અથવા જેમનું નામ બે મતદારયાદીમાં નોંધાયેલું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow