'આદુજીવિથમ'ની રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં અવગણના કરાઈ!:જ્યુરી સભ્ય પ્રદિપ નાયરે કહ્યું, 'આશુતોષ ગોવારિકરને ફિલ્મની વાર્તા અને અભિનય પ્રામાણિક ન લાગ્યા'

નવી દિલ્હી ખાતે શુક્રવારે વર્ષ 2023 માટે 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત પછી, કેટલીક શ્રેણીઓના વિજેતાઓ અંગે દલીલ શરૂ થઈ ગઈ છે. વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ને શ્રેષ્ઠ દિગ્દર્શન (બેસ્ટ ડિરેક્શન) અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો પુરસ્કાર મળ્યો હતો. ઘણા લોકો હવે આ ફિલ્મને એવોર્ડ મળવા પર સવાલ ઉઠાવી રહ્યા છે. ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ એવી ફિલ્મો તરફ ધ્યાન દોરી રહ્યા છે, જેને જ્યુરી દ્વારા નકારી કાઢવામાં આવી હતી. મલયાલમ ચાહકો કહે છે કે, 'પૃથ્વીરાજ સુકુમારન અને ડિરેક્ટર બ્લેસીની 'આદુજીવિથમ' ઉર્ફે 'ધ ગોટ લાઈફ'ને અવગણવામાં આવી છે. હવે જ્યુરીમાં એકમાત્ર મલયાલી પ્રતિનિધિ પ્રદીપ નાયરે ઓનમનોરમા સાથે આ અંગે વાત કરી છે. ઓનમનોરમા સાથેની એક મુલાકાતમાં તેમણે ખુલાસો કર્યો કે, 'બ્લેસી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ખરેખર એવોર્ડની રેસમાં હતી, પરંતુ અંતિમ ચર્ચામાં તે પાછળ રહી ગઈ હતી.' પ્રદીપે 'ધ કેરલ સ્ટોરી'ને શ્રેષ્ઠ દિગ્દર્શન માટે પસંદ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. પ્રદીપે કહ્યું, 'પેનલમાં મલયાલી હોવાને કારણે, મેં ગંભીર વાંધો ઉઠાવ્યો. મેં પ્રશ્ન કર્યો કે કેરળ જેવા રાજ્યને બદનામ કરતી અને તેનો પ્રચાર કરતી ફિલ્મને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે ગણી શકાય. મેં મારી ચિંતાઓ સીધી જ્યુરી ચેરમેનને પણ જણાવી. પરંતુ બાકીના જ્યુરી સભ્યોએ દલીલ કરી હતી કે, ફિલ્મ વિવાદાસ્પદ હોવા છતાં, તેણે એક સંબંધિત સામાજિક મુદ્દો ઉઠાવ્યો હતો.' 'આદુજીવિથમ્' વિશે વાત કરતા પ્રદીપ નાયરે કહ્યું કે, 'જ્યુરી ચેરપર્સન અને ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકરને બ્લેસી-દિગ્દર્શિત ફિલ્મની વાર્તા અને અભિનય અંગે ચિંતા હતી. જ્યુરીના ચેરમેન આશુતોષ ગોવારિકરે ગોવામાં આયોજિત છેલ્લા ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ જોઈ હતી અને ફિલ્મના રૂપાંતરણ અને અમલીકરણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, 'ગોવારિકર અને અન્ય લોકોને પણ લાગ્યું કે એડોપ્શન કુદરતી નથી અને પરફોર્મન્સ પણ પ્રામાણિક લાગતું નથી.' નાયરે વધુમાં જણાવ્યું હતું કે, ''આદુજીવિથમ્' ને શ્રેષ્ઠ ગાયક અને શ્રેષ્ઠ ગીતકાર માટે પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું.' જોકે, તેમણે ફિલ્મને કોઈ પણ એવોર્ડ ન મળવાનું કારણ 'ટેકનિકલ ભૂલ' ગણાવી હતી. તેમણે કહ્યું કે, 'નિર્માતાઓ ગીતના શબ્દોનો અંગ્રેજી અનુવાદ સબમિટ કરવામાં નિષ્ફળ ગયા.' તેમના મતે, 'ફિલ્મમાં હાકીમની ભૂમિકા ભજવનાર અભિનેતા કે.આર. ગોકુલના નામ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને પણ એવોર્ડ આપવામાં આવ્યો ન હતો.' નોંધનીય છે કે, 'ધ ગોટ લાઈફ'ના દિગ્દર્શક બ્લેસીની 'આદુજીવિથમ' વર્ષ 2024માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને 31 ડિસેમ્બર 2023ના રોજ સેન્સર સર્ટિફિકેટ મળ્યું હતું. આ અર્થમાં, તે એવોર્ડ માટે લાયક હતી. આ ફિલ્મ બેન્જામિનની નવલકથા પર આધારિત છે. આમાં, પૃથ્વીરાજ સુકુમારન નજીબની ભૂમિકા ભજવે છે, જે એક મલયાલી ઇમિગ્રન્ટ મજૂર છે, જેને ગુલામ તરીકે સાઉદી અરેબિયા લઈ જવામાં આવે છે.

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow