કાર્તિક-અનન્યા ફરી પ્રેમમાં ડૂબ્યા!:'તું મેરી મૈં તેરા...'નો ફર્સ્ટ લુક રીવિલ; પ્રભાસની હોરર-કોમેડી ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી
'ભૂલ ભુલૈયા 3' ફિલ્મથી બોલિવૂડમાં ધૂમ મચાવ્યા બાદ, હવે કાર્તિક આર્યન તેની નવી ફિલ્મ 'તું મેરી મૈં તેરા, મૈં તેરા તું મેરી' લઈને આવી રહ્યો છે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હશે. આ ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026 (વેલેન્ટાઇન ડે વીકેન્ડ)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કાર્તિક સાથે અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. કાર્તિક આર્યન અને અનન્યા પાંડે બીજી વાર સ્ક્રીન પર રોમાન્સ કરતા જોવા મળશે. કાર્તિક અને અનન્યાની નવી ફિલ્મનો ફર્સ્ટ લુક બહાર રિવીલ થયો છે. કરણ જોહરે ફિલ્મનો ફર્સ્ટ લુક રીવિલ કર્યો ફિલ્મ નિર્માતા કરણ જોહરે તેમની આગામી ફિલ્મ 'તું મેરી મૈં તેરા, મૈં તેરા તું મેરી'નો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કરણે ફોટો શેર કરીને લખ્યું છે - 'Signed, sealed delivering hamaare Ray ki Rumi!' કાર્તિક આર્યન અને અનન્યા પાંડે 'તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી' આગામી વેલેન્ટાઈન ડે 13મી ફેબ્રુઆરી 2026ના રોજ થિયેટરોમાં આવશે.' કરણે શેર કરેલા ફોટામાં, કાર્તિક આર્યન અને અનન્યા પાંડે એકબીજાને કિસ કરી રહ્યા છે. પોસ્ટર પરથી સ્પષ્ટ થાય છે કે આ એક રોમેન્ટિક ફિલ્મ હશે. કાર્તિક-અનન્યા બીજી વાર સાથે જોવા મળશે કાર્તિક અને અનન્યા બીજી વાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. કાર્તિક આર્યન અને અનન્યા પાંડે આ ફિલ્મ પહેલા 'પતિ-પત્ની ઔર વો'માં સાથે કામ કરી ચૂક્યા છે. જેમાં ભૂમિ પેડનેકર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં હતી. હવે દર્શકો આ બંનેને ફરી એકવાર સ્ક્રીન પર સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પ્રભાસની હોરર ફિલ્મનો પણ ફર્સ્ટ લુક રીવિલ તો બીજી તરફ પ્રભાસના ચાહકો 'સાલાર 2', 'ફૌજી' અને 'ધ રાજા સાબ'ની રિલીઝને લઈને ઉત્સાહિત છે. એવામાં હોરર કોમેડી ફિલ્મ 'ધ રાજા સાબ'ની રિલીઝને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર 2025ના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 'ધ રાજા સાબ'ના ફિલ્મ નિર્માતાઓ ફિલ્મનું ટીઝર પણ ટૂંક સમયમાં રિલીઝ કરશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રભાસ ઉપરાંત, આ ફિલ્મમાં માલવિકા મોહનન, નિધિ અગ્રવાલ, રિદ્ધિ કુમાર અને સંજય દત્ત જેવા તેજસ્વી કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ પીપલ મીડિયા ફેક્ટરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું સંગીત એસએસ થમન દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હોરર, કોમેડી અને એક્શનનું અનોખું મિશ્રણ છે, જેમાં પ્રભાસ એક નવા પાત્રમાં જોવા મળશે. આ વાર્તા શાહી વારસો, પ્રાચીન શાપ અને બે દુનિયા વચ્ચે ફસાયેલા હીરોની વાર્તા હોવાની શક્યતા છે.

What's Your Reaction?






