17 Dyspને SP તરીકે પ્રમોશન:SMCના Dysp કે.ટી.કામરિયાને વયનિવૃતિની ગણતરીની મિનિટો પહેલા પ્રમોશન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગુજરાત પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1 તરીકે ફરજ બજાવતા 17 અધિકારીઓને તેની મૂળ જગ્યાએ જ પોલીસ અધિક્ષક વર્ગ-1ની ખાલી પડેલી જગ્યા પર એડહોક નિમણૂક કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કે.ટી. કામરિયા આજે વય નિવૃત થઈ રહ્યા હતા તેની ગણતરીની મિનિટો પહેલા જ તેને SP તરીકે પ્રમોશન અપાયું હતું. Dysp કે.ટી.કામરિયાને નિવૃતિની ગણતરીની મિનિટો પહેલા પ્રમોશન! પ્રમોશન મેળવેલ 17 અધિકારીઓ પૈકી સ્ટેટ મોનીટરીંગ સેલમાં DYSP તરીકે ફરજ બજાવતા કે.ટી કામરિયાને પણ SP તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે.કે. ટી કામરીયા આજે જ પોલીસ વિભાગમાંથી નિવૃત થયા છે ત્યારે નિવૃતિના થોડી મિનિટ અગાઉ તેમણે પ્રમોશન આપવામાં આવ્યું છે. 17 DYSP ને SP તરીકેનું પ્રમોશન મળતા રાજ્યને વધુ 17 SP મળ્યા છે.રાજ્યમાં હજુ PSI થી PI,PI થી DYSP ની પણ બદલી બાકી છે. અગામી સમયમાં તમામ બદલીઓ આવી શકે છે.નિમણૂક થયેલા તમામ અધિકારીઓને નિયમિત પોલીસ અધિક્ષક વર્ગ 1ની એક્સ કેડર જગ્યાઓ પર નિમણૂક આપતા,અપગ્રેડ જગ્યા પુન નિયમિત પગાર ધોરણમાં ડાઉનગ્રેડ થયેલી ગણાશે. જે 17 અધિકારીઓને નિમણૂંક આપવામાં આવી છે તેઓના નામની યાદી નીચે મુજબ છે.

What's Your Reaction?






