ગાંધીનગરમાં 79મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી થશે:"હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા" થીમ સાથે 12 ઓગસ્ટે બે કિમી લાંબી ભવ્ય તિરંગા યાત્રા નીકળશે

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગામી 12 ઓગસ્ટને મંગળવારના રોજ 79મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે 2 કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે સમગ્ર દેશમાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા'ની થીમ પર ઉજવણી થઈ રહી છે, જેમાં ગાંધીનગર પણ ઉત્સાહભેર જોડાઈ રહ્યું છે. 2 કિમી લાંબી યાત્રા સવારે 8 વાગ્યે પ્રસ્થાન કરશે આશરે 2 કિલોમીટર લાંબી આ યાત્રા 12 ઓગસ્ટે સવારે 8 કલાકે સેક્ટર-6 માં આવેલા ઈસ્કોન ગાંઠિયા કોમ્પ્લેક્સ પાર્કિંગથી પ્રસ્થાન કરશે. યાત્રા ત્યાંથી અપના બજાર થઈને ઘ-2 સર્કલ તરફ આગળ વધશે. ઘ-2 સર્કલથી ડાબી તરફ વળીને ચ-2 સર્કલ તરફ જશે અને ત્યાંથી સેક્ટર-7ના અપ્રોચમાંથી પસાર થઈને ભારતમાતા મંદિર પહોંચશે. બાદમાં ભારતમાતા મંદિરથી જમણી તરફના સેક્ટર રિંગરોડ પરથી પસાર થતાં યાત્રા સેક્ટર-7 સરકારી પગારકેન્દ્ર શાળા, સેક્ટર-7 ગાર્ડન થઈને સેક્ટર-7ના મુખ્ય શોપિંગ સેન્ટર ખાતે સમાપ્ત થશે. ડીજે, બેન્ડ્સ અને નાસિક ઢોલથી યાત્રામાં દેશભક્તિ સંગીત આ યાત્રામાં ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, પોલીસ અને હોમગાર્ડના જવાનો, વેપારી મિત્રો, તેમજ મોટી સંખ્યામાં શહેરના નાગરિકો જોડાશે. ડીજે, શાળાના બેન્ડ્સ અને નાસિક ઢોલની ટીમ દ્વારા સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિનું અનોખું વાતાવરણ ઊભું કરવામાં આવશે. યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ આ યાત્રામાં વિશાળ સંખ્યામાં તિરંગા ઝંડા અને સ્વતંત્રતા સેનાનીઓના કટઆઉટ્સ ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રભાવનાની અનુભૂતિ કરાવશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ તિરંગા યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય અને શહેરની એકતા ત થા અખંડિતતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે તેવી અપીલ કરવામાં આવી છે.

Aug 11, 2025 - 00:19
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Suraj Singh Welcome to My Profile