યુનિવર્સિટીમાં 2 દિવસ પ્રવેશ બંધ:11 અને 12 ઓગસ્ટે PHD પ્રવેશ પરીક્ષા અને પદવીદાન સમારોહ હોવાથી કેમ્પસમાં શૈક્ષણિક અને વહીવટી કામગીરી બંધ રહેશે

ગુજરાત યુનિવર્સિટીમાં 11 ઓગસ્ટે પદવીદાન સમારોહ અને 12 ઓગસ્ટે PHDની પ્રવેશ પરીક્ષા યોજાવવાની છે. જેને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કામગીરી બંધ રાખવામાં આવી છે. પીએચડી પ્રવેશ પરીક્ષાની તૈયારી અને ગોપનીયતાને ધ્યાને રાખી ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં પરીક્ષાની કામગીરી તથા પરીક્ષા આપનાર વિદ્યાર્થી સિવાય ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફથી સિવાય અન્ય વ્યક્તિઓ માટે બંને દિવસ પ્રવેશ બંધ રહેશે. 11 ઓગસ્ટે બપોરે 12:00 વાગ્યે ગુજરાત યુનિવર્સિટીમાં ખાસ પદવીદાન સમારોહ યોજાશે. જેમાં કુલપતિ, રજીસ્ટ્રાર, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો હાજર રહેશે. આ પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના 12534 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. અલગ અલગ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહમાં હાજર રહેશે. સૌથી વધુ તબીબી વિદ્યાશાખાને વિદ્યાર્થીઓની પદવી એનાયત કરવામાં આવશે. વિનયન વિદ્યાશાખા - 2148 વિજ્ઞાન - 741 ઇજનેરી - 6 કાયદા - 367 તબીબી - 4449 વાણિજ્ય - 3853 શિક્ષણ - 414 દંત વિજ્ઞાન -585 ફાર્મસી - 1 કુલ - 12564

Aug 11, 2025 - 00:19
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Suraj Singh Welcome to My Profile