શેફાલીએ શરૂ કરેલી પરંપરા પરાગે નિભાવી:પાલતુ ડોગ સિમ્બા અને સ્ટાફને રાખડી બાંધી; વીડિયો સાથે ઇમોશનલ પોસ્ટ શેર કરી
શેફાલી જરીવાલા દર વર્ષે રક્ષાબંધનના ખાસ પ્રસંગે તેના પાલતુ કૂતરા સિમ્બા અને સ્ટાફ સભ્યોને રાખડી બાંધતી હતી. હવે શેફાલીના મૃત્યુ પછી, તેના પતિ પરાગ ત્યાગી આ પરંપરા નિભાવી રહ્યા છે. આ ઉપરાંત, યુટ્યુબર હિન્દુસ્તાની ભાઉ, જે દર વર્ષે શેફાલીને રાખડી બાંધતા હતા, તેમણે પણ રક્ષાબંધન પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. પરાગ ત્યાગીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સિમ્બાને રાખડી બાંધતો અને તેની આરતી કરતો જોવા મળે છે. આ ઉપરાંત, તે વીડિયોમાં સ્ટાફ મેમ્બર રામને રાખડી બાંધતો પણ જોવા મળે છે. આ વીડિયો સાથે, પરાગે લખ્યું છે કે, 'પરી (શેફાલી) તું અમારી બેબી સિમ્બા અને અમારા રામને રાખડી બાંધતી હતી. હું ઈચ્છું છું કે તું મારા દ્વારા આ કરતી રહે, તેથી આજે મેં તારા વતી સિમ્બા અને રામને રાખડી બાંધી છે. હવે હું તારી બધી ફરજો નિભાવીશ. હું તને મારા છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરીશ.' 'બિગ બોસ 13 'માં તેમની મિત્રતા પછી, શેફાલી જરીવાલાએ હિન્દુસ્તાની ભાઉ ઉર્ફે વિકાસ ફાટકને પોતાનો ભાઈ માન્યો. ત્યારથી, શેફાલી દર વર્ષે તેને રાખડી બાંધતી હતી. હવે, એક્ટ્રેસના મૃત્યુ પછી, ભાઉએ પોતે રાખડી બાંધી અને એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને લખ્યું, હેપી રક્ષાબંધન બેટા. આજે, મેં જાતે તમારા નામે રાખડી બાંધી. તમને યાદ કરું છું.' શેર કરેલા ફોટામાં હિન્દુસ્તાની ભાઉએ લખ્યું છે કે, "જે તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહેશે તેને રાખડી બાંધો." નોંધનીય છે કે, કાંટા લગા ગર્લ તરીકે પ્રખ્યાત એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 27 જૂને મોડી રાત્રે અવસાન થયું હતું. એક્ટ્રેસ માત્ર 42 વર્ષની હતી. અહેવાલો અનુસાર, એક્ટ્રેસે તે દિવસે ઉપવાસ રાખ્યો હતો. સાંજે ડિનર પછી તેણીએ એન્ટિ એજિંગ પિલ્સ લીધી હતી, જેના પછી તેણીનું બ્લડ પ્રેશર અચાનક ઘટી ગયું હતું. હાલમાં,એક્ટ્રેસના મૃત્યુના કારણની સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી.

What's Your Reaction?






