ઘરમાં ઘૂસી વૃદ્ધ પર ખપારી, ત્રિકમ, પાવડાથી હુમલો, CCTV:પત્ની, પુત્ર અને પુત્રવધૂ બચાવવા જતાં તેમને પણ માર્યા, 'આ હજુ જીવે છે' કહી ફરી તૂટી પડ્યા

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં પ્લોટના વિવાદમાં ઘરમાં ઘૂસીને એક વૃદ્ધ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વિલેજા ગામની સાંજણ રેસીડેન્સીમાં રહેતા 56 વર્ષીય પ્રદીપભાઈ વિરાસ પર તેમના જ સંબંધીઓ દ્વારા ખપાળી, ત્રિકમ અને પાવડા જેવા ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વૃદ્ધને બચાવવા ગયેલા તેમના પત્ની, પુત્ર અને પુત્રવધૂને પણ માર મારવામાં આવ્યો હતો. પુત્રના જણાવ્યા મુજબ, તેમના પિતા નીચે પડી ગયા બાદ પણ હુમલાખોરોએ 'આ હજી જીવે છે' કહીને ફરીથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા હોવા છતાં, પોલીસે ઢીલી કાર્યવાહી કરી રહી હોવાનો પરિવારે રોષ વ્યક્ત કર્યો છે અને ન્યાયની માગ કરી છે. 2016માં સાજણ રેસીડેસીમાં ચાર જેટલા પ્લોટ લીધા હતા મળતી માહિતી પ્રમાણે, સુરતના વિલેજા ગામ વિસ્તારમાં આવેલી સાંજણ રેસીડેન્સીમાં 56 વર્ષીય પ્રદીપભાઈ દિયાળભાઈ વિરાસ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે પરણે દીકરા અને એક અપરણિત દીકરો છે. પ્રદીપભાઈ નવ વર્ષ પહેલા પ્લોટ લે વેચ નું કામ કરતા હતા અને હાલ નિવૃત જીવન ગુજારી રહ્યા છે. 2016માં સબંધીયા એવા પ્રદીપ ખુમાણ અને અશોક ખુમાણને પ્લોટ લેવા હોવાથી સાજણ રેસીડેસીમાં ચાર જેટલા પ્લોટ લીધા હતા. જે પૈકી એક પ્લોટ પ્રદીપ અને અશોકનો હતો. પ્લોટ બાબતે મામા અને ભાણિયા વચ્ચે અકસ્માત સર્જાયો હતો કોરોના કાળ સમય દરમિયાન અહીં પ્લોટના ભાવમાં ધરખમ ઘટાડો થયો હતો. જેથી પ્રદીપ અને અશોક બંનેએ પોતાનો પ્લોટ મામા પ્રદીપને ખરીદી લેવા કહ્યું હતું. જેથી મામા એ પ્લોટને ખરીદી લીધો હતો. જોકે ત્યારબાદ આ પ્લોટના વેચાણમાં તેમને નુકસાન થયું હોવાનું કહીને રૂપિયા પરત આપવાની માગ કરી હતી. જોકે મામા પ્રદીપ ભાઈએ કહ્યું હતું કે, પ્લોટ તમે પરત લઈ લો અને મારા રૂપિયા મને પરત આપી દો. આ બાબતે મામા પ્રદીપભાઈ અને ભાણિયા પ્રદીપ અને અશોક વચ્ચે વિવાદ સર્જાયો હતો. મામા પ્રદીપના માથા પર ઘા મારતા લોહીલુહાણ થઈ ગયા ગત 8 ઓગસ્ટના રોજ પ્રદીપ ખુમાણ, અશોક ખુમાણ, નારણ ખુમાણ, પ્રવીણ ખુમાણ અને કાનતુબેન ખુમાણ ઘરમાં ઘૂસી આવ્યા હતા. તે દરમિયાન પ્લોટના બાબતે વાતચીત કરતા સમયે એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને અશોક ઝપાઝપી કરવા લાગ્યો હતો. ત્યારબાદ અશોક ઘરની બહાર ગયો હતો અને લોખંડની ખપારી લઈને મામા પ્રદીપ પર તૂટી પડ્યો હતો. આ સાથે જ મામા પ્રદીપના માથા પર ઘા મારી દેતા લોહીલુહાણ થઈ ગયા હતા. જ્યારે અશોક પણ બાજુમાં પડેલું ત્રિકમ લઈ આવ્યો હતો અને મામા પ્રદીપના ડાબા પડખામાં મારી દેતા પડી ગયા હતા. પ્રદીપભાઈને કપાળના ભાગે આઠ જેટલા ટાંકા આવ્યા પ્રદીપભાઈ પર હુમલો થતાં દીકરો, પત્ની અને પુત્રવધુ બચાવવા માટે દોડી આવ્યા હતા. તેમને પણ ધક્કો મારીને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ આસપાસથી દોડી આવેલા લોકોએ આ તમામ લોકોને છૂટા પાડ્યા હતા. આરોપીઓ જતા જતા ધમકી આપતા ગયા હતા કે, આજે તો તું બચી ગયો છે પછી મળ્યો તો ધ્યાનથી મારી નાખીશું. ત્યાર બાદ 108માં ફોન કરી પ્રદીપભાઈ અને તેમની પત્નીને સારવાર માટે 2 ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પ્રદીપભાઈને કપાળના ભાગે આઠ જેટલા ટાંકા આવ્યા છે અને હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે તેમના પત્નીને સારવાર બાદ રજા આપવામાં આવી છે. પોલીસ નબળી કામગીરી કરી રહી હોવાનો પુત્રનો આક્ષેપ આ મામલે પ્રદીપભાઈ દ્વારા ઉત્રાણ પોલીસમાં પ્રદીપ ખુમાણ, અશોક ખુમાણ, પ્રવીણ ખુમાણ અને નારાયણ ખુમાણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે પ્રદીપભાઈના પુત્ર કિરણ ભાઈએ જણાવ્યું હતું કે, અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે એકદમ હળવી કલમો લગાવવામાં આવી છે. અમારી માગ એટલી જ છે કે, પોલીસ કમિશનર, ઉત્રાણ પોલીસ સહિતના આ ઘટના પર વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવે. આવા ગુંડા તત્વો પર સખત કાર્યવાહી કરવામાં આવે. જેમ બને તેમ વહેલી કાર્યવાહી કરો. 24 કલાક બાદ પણ હજુ અર્ધબેભાન અવસ્થામાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાંચ જેટલા ઈસમો દ્વારા મારા પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. મારા પિતા એકવાર પડી ગયા હોવા છતાં પણ તેઓ બૂમો પાડતા હતા કે, આ હજી જીવે છે જેથી તેના પર ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હાલ મારા પિતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 24 કલાક થઈ ગયા હોવા છતાં પણ હજુ અર્ધબેભાન અવસ્થામાં જ છે. અમે પોલીસને સીસીટીવી સહિતના તમામ પુરાવો આપ્યા છે તેમ છતાં પણ હજુ સુધી ગુનેગારો બહાર ફરી રહ્યા છે.

Aug 11, 2025 - 00:19
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Suraj Singh Welcome to My Profile