આફત સામે અસ્તવ્યસ્ત જિંદગીનો જંગ:ઘુઘવાટા મારતી નદી, રસ્તા-બ્રિજના સ્લેબ અને ઘર પત્તાંની જેમ ધરાશાયી, ઉત્તરપૂર્વ ભારતમાં તબાહીનાં 9 ભયાનક દૃશ્ય
ઉત્તર-પૂર્વ ભારતમાં આકાશી આફતે તબાહી મચાવી. છ રાજ્યમાં ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બ્રહ્મપુત્રા સહિત 10 નદી જાણે દરિયો ઘુઘવાટા મારતો હોય એમ વહી રહી છે. ઘરો જળમગ્ન થતાં લોકો પોતાના આશિયાના છોડવા મજબૂર બન્યા. ક્યાંક રસ્તાઓ, બ્રિજના સ્લેબ તો ક્યાંક ઘરો પત્તાંની જેમ ફેંકાઈ રહ્યાં છે. એક યુવાન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે દોરડાના સહારે ઝઝૂમતો જોવા મળ્યો. બીજી તરફ સેના, વાયુસેના અને NDRFના જવાનો આ આફતમાં અડીખમ ઊભા છે. હેલિકોપ્ટર સતત ઉડાન ભરી રહ્યા છે તો જમીન પર જવાનો મોતના મોંમાથી લોકોને બચાવી રહ્યા છે. વીડિયોમાં જુઓ તાંડવનાં દૃશ્યો..

What's Your Reaction?






