RCBએ વિકેટ ગુમાવતા જ પ્રીતિ ઝિન્ટા ઝૂમી ઉઠી:બેંગલુરુ પ્રેશરમાં આવ્યું, કેપ્ટન રજત પાટીદાર સસ્તામાં આઉટ; હવે મોટો સ્કોર બનાવવામાં કોહલી પર જવાબદારી
IPLની 18મી સીઝનની ફાઈનલ આજે પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં પંજાબે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. બેંગલુરુ તરફથી વિરાટ કોહલી અને લિયામ લિવિંગસ્ટન ક્રિઝ પર છે.
What's Your Reaction?






