યુનિ.ની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મહત્વપૂર્ણ બેઠક:10 એડહોક અધ્યાપકોની ગાઈડશીપ રદ, 20 કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા સ્થગિત

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. યુનિવર્સિટીએ નો એડમિશન ઝોનમાં મૂકાયેલી 240 કોલેજો પૈકી 220 કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી છે. આ કોલેજોનો એલ.આઇ.સી. રિપોર્ટ હકારાત્મક હતો. જ્યારે 20 કોલેજોનો રિપોર્ટ નકારાત્મક આવતા તેમની પ્રવેશ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. યુજીસીના 2021ના પરિપત્ર મુજબ, એડહોક અધ્યાપકોની પીએચડી ગાઈડશીપ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં તેમને ફાળવાયેલા વિદ્યાર્થીઓને અન્ય કાયમી અધ્યાપકો હેઠળ મૂકવામાં આવશે. યુનિવર્સિટી પ્રથમ વખત સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અધ્યાપકો અને કર્મચારીઓની હંગામી ભરતી કરશે. કેમ્પસમાં 60 જેટલા કર્મચારીઓની હંગામી ભરતી કરવાનો પણ નિર્ણય લેવાયો છે. પ્રાંતિજની એક્સપરિમેન્ટલ કોલેજમાં માસ કોપી કેસને પગલે તેનું પરીક્ષા કેન્દ્ર કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્રોની નિયમોનુસાર તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે. લોની પરીક્ષામાં ગત વર્ષનું પેપર આપવા બદલ ઇઆરપી એજન્સીને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે પાંચ કોલેજના પ્રિન્સિપાલને સૂચનાત્મક નોટિસ આપવામાં આવશે.

Jun 5, 2025 - 03:49
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow