અંતે રાજકોટનો લોકમેળો રેસકોર્ષમાં જ યોજવાનો નિર્ણય:14 થી 18 ઓગષ્ટ પાંચ દિવસનો મેળો યોજાશે, સ્થળ બદલવાની વિચારણા કરાતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો

રાજકોટમાં જન્માષ્ટમીમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાના સ્થળ મામલે અસમંજસ ચાલી રહી હતી ત્યારે આજે વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સ મેદાનમા 14 થી 18 ઓગષ્ટ દરમિયાન લોકમેળો યોજવાની જાહેરાત કરવામા આવી છે. આજે સવારે જ વિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ છેલ્લા એક વર્ષથી આ મેળાનું સ્થળ બદલીને સ્માર્ટ સીટી ગણાતા અટલ સરોવર પાસે યોજવા માટેની માંગણી કરી હતી. તો સામાજિક આગેવાને રેસકોર્ષ અથવા શાસ્ત્રી મેદાનમાં જ મેળો યોજવાની માગ કરી હતી. અંતે રાજકોટ તંત્ર દ્વારા 14 થી 18 ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસનો મેળો રેસકોર્ષ મેદાનમાં જ યોજવાનો નિર્ણય કરાયો છે. 14 ઓગષ્ટથી 18 ઓગષ્ટ સુધી જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.14 થી 18 ઓગષ્ટ સુધી 5 દિવસ દરમિયાન લોકમેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. મેળા અન્વયે રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ/પ્લોટ માટે ફોર્મ ભરવા ઇચ્છુક અરજદારો તા.9 થી તા.13 જૂન દરમિયાન ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે અને નાયબ કલેકટર કચેરી, પ્રાંત (શહેર-1) જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતેથી સવારના 11 થી બપોરના 16 કલાક દરમિયાનમાં રૂ.200 ચૂકવી અરજીપત્રક મેળવી ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે અરજી ફોર્મ ભરી તેમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરેલ અરજી પત્રક રજૂ કરી શકશે. અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે તેમજ જુદી જુદી કેટેગરીની કિંમતની પૂરેપૂરી રકમ, ટેક્સની સૂચિત રકમ તથા ડીપોઝિટની પૂરેપૂરી રકમ મળીને "અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટના નામનો કુલ રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રાખીને ભરેલ ફોર્મ આપવાનું રહેશે. સમિતિ દ્વારા સ્ટોલ પ્લોટની હરરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-બી રમકડાના 120 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 6 સ્ટોલ તા. 23 જૂનના સોમવારના 11 કલાકે, કેટેગરી-જે મધ્યમ ચકરડીના 3 પ્લોટ, કેટેગરી કેની નાની ચકરડીના 12 પ્લોટનો તા.23 જૂનના સોમવાર સવારે 11.30 કલાકે હરરાજી રાખવામાં આવી છે. પ્લોટ માટે હરાજી કરાશે આ ઉપરાંત તા.24 જૂનના મંગળવારના રોજ કેટેગરી-એ ખાણીપીણી મોટીના 2 પ્લોટ અને બી1/કોર્નર ખાણીપીણીના 44 પ્લોટ માટે સવારે 11.30 કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈના 5, એફના 3, જીના 20 અને એચના 6 પ્લોટની હરરાજી તા.25 જૂનના બુધવારના સવારે 11.30 કલાકે અને તા.26 જૂનના ગુરૂવારે કેટેગરી- એકસ આઇસ્ક્રીમના 16 પ્લોટ તથા કેટેગરી ઝેડ- ટી કોર્નરના 1 પ્લોટ માટે સવારે 11.30 કલાકે હરરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરરાજી નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-૧)જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, મીટીંગ રૂમ રાજકોટ ખાતે યોજાશે. યાંત્રિક કેટેગરીમાં ફોર્મ ભરેલ અરજદાર ઈ,એફ,જી,એચ તમામ કેટેગરીની હરરાજીમાં ભાગ લઈ શકશે. કેટેગરી જે અને કે નું ફોર્મ ભરનાર અરજદારએ રાજકોટ મહાનગરપાલિકાનો રેસકોર્સ મેદાન ખાતેનો એલોટમેન્ટ લેટર રજુ કરવાનો રહેશે ત્યાર બાદ જ ફોર્મ સ્વીકારવામાં આવશે. જે અને કે કેટેગરીમાંથી કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ રજૂ કરી શકાશે. જેમાં કેટેગરી જે તથા કે માટેના પ્રવેશદર મહત્તમ રૂ.35, ઈ,એફ,જી,એચ યાંત્રિક કેટેગરીની આઈટમોના પ્રવેશ દર મહત્તમ રૂ.45 લેવાના રહેશે. લોકમેળાનો નકશો નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ (શહેર-1)પ્રાંત, જૂની કલેકટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર કચેરી સમય દરમિયાન જોઈ શકાશે. કેટેગરી-એકસની હરરાજીમાં કોઈ પણ વ્યક્તિ કે કંપની ભાગ લઈ શકશે તેમજ પોતાની આઈસ્ક્રીમ કંપનીની જાહેરાત સ્ટોલમાં કરી શકશે તેમ અધ્યક્ષશ્રી, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ (શહેર-1)ની યાદીમા જણાવાયું છે. ધારાસભ્ય દર્શિતા શાહે અટલ સરોવર પાસે મેળો યોજવાની માગ કરી હતી રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઇને ધારાસભ્ય દર્શિતા શાહે જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં દર વર્ષે યોજાતા લોકમેળામાં લાખો લોકોની ભીડ ઉમટી પડે છે અને આ દરમિયાન મેળો પણ યોગ્ય રીતે યોજાઇ શકાતો નથી આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જેને લઈને વિસ્તારવાસીઓની પણ વર્ષોથી ફરિયાદ છે આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાની સંકલન સમિતિમાં છેલ્લા એક વર્ષથી રજૂઆત કરી રહી છું કે લોકમેળાનું સ્થળ રેસકોર્સ મેદાનથી બદલીને અટલ સરોવર પાસે કરવામાં આવે. સામાજિક આગેવાને રાજકોટ શહેરમાં જ મેળાનું આયોજન કરવા માગ કરી હતી જ્યારે આ મામલે રાજકોટના નગર શ્રેષ્ઠી અને જાગૃત નાગરિક પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે, શહેરના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીમાં યોજાતો લોકમેળો આસપાસના ગ્રામજનો અને તાલુકા મથકના લોકો દર વર્ષે માણી રહ્યા છે. જેથી આ મેળા માટે રાજકોટ શહેરની મધ્યમાં આવેલા મેદાન હોય તે આવશ્યક છે એટલે કે રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાનમાં લોકમેળો યોજવો જોઈએ. કારણકે ગરીબ વર્ગના લોકોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ન કરવો પડે. જો રાજકોટ શહેરની બહાર એટલે કે સાત કિલોમીટર દૂર લોકમેળો યોજવામાં આવે તો ગરીબ લોકોને તગડા રીક્ષા ભાડા ચૂકવવા પડે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે હાલ બે છેડા ભેગા કરવા પણ ખૂબ જ મુશ્કેલ બન્યા છે ત્યારે જન્માષ્ટમીનો લોકમેળો બહાર લઈ જવાને બદલે હાલ જે જગ્યાએ યોજાય છે તે રેસકોર્ષ મેદાન અથવા તો શાસ્ત્રી મેદાનમાં જ યોજાવો જોઈએ તેવું મારું સ્પષ્ટ માનવું છે.ડિઝાસ્ટરની દ્રષ્ટિએ વાત કરીએ તો હાલ રેસકોર્સ મેદાનમાં લોકમેળો યોજાય છે ત્યારે તેની નજીક જ ફાયર સ્ટેશન આવેલા છે આ ઉપરાંત સરકારી હોસ્પિટલ પણ નજીક આવેલી છે. પોલીસ સુરક્ષાની દ્રષ્ટિએ પણ લોકમેળો રેસકોર્મેષ દાનમાં યોજાય તે હિતાવહ છે.

Jun 5, 2025 - 03:49
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow