ભારતે પાકિસ્તાન સાથે રમવાની ના પાડી:'આતંકવાદ અને ક્રિકેટ એકસાથે નહીં' કહી સ્પોન્સર કંપનીની પણ પીછેહટ; રિટાયર્ડ ક્રિકેટર્સની વર્લ્ડ ચેમ્પિયનશિપની હતી સેમિફાઇનલ
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સ (WCL)માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો પહેલી સેમિફાઇનલ મુકાબલો નહીં થાય. આ મેચ 31 જુલાઈએ બર્મિંગહામમાં રમાશે. રિપોર્ટ અનુસાર, ભારતીય ખેલાડીઓએ બીજી વખત પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો છે. બુધવારે થોડા સમય પહેલાં લીગની સ્પોન્સર કંપનીએ સેમિફાઈનલમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. સ્પોન્સર કંપની EzMyTripના સહ-સ્થાપકે એક પોસ્ટમાં લખ્યું હતું- 'આતંકવાદ અને ક્રિકેટ સાથે ન ચાલી શકે.' અગાઉ 20 જુલાઈએ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો હતો. આ પછી આ મેચ રદ કરવામાં આવી હતી. આ પછી WCLના આયોજકોએ ભારતીય ચાહકોની માફી પણ માગી હતી. WCL એક ખાનગી લીગ છે, જેમાં વિશ્વભરના નિવૃત્ત ક્રિકેટરો પોતપોતાના દેશની ટીમ બનાવીને ભાગ લે છે. EaseMyTripના સહ-સ્થાપકે X પર લખ્યું- 'વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સમાં ટીમ ઈન્ડિયાના શાનદાર પ્રદર્શનની અમે પ્રશંસા કરીએ છીએ. તમે આખા દેશને ગૌરવ અપાવ્યું છે, જોકે પાકિસ્તાન સામેની આગામી સેમિફાઇનલ કોઈ સામાન્ય મેચ નથી, આતંકવાદ અને ક્રિકેટ એકસાથે ચાલી શકતાં નથી. EaseMyTrip ભારતની સાથે છે. અમે એવી કોઈપણ ઘટનાને સમર્થન આપી શકતા નથી, જે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશ સાથે સંબંધોને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરે છે. તેમણે વધુમાં કહ્યું, કેટલીક બાબતો રમતગમત કરતાં મોટી હોય છે. પહેલા દેશ, પછી વ્યવસાય.', ઓવૈસીએ એક દિવસ પહેલાં ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો એક દિવસ પહેલાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ 29 જુલાઈ, મંગળવારના રોજ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચા દરમિયાન એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઓવૈસીએ સરકારને પૂછ્યું હતું કે- શું તમારો અંતરાત્મા તમને પહેલગામમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને હવે ભારત-પાકિસ્તાન મેચ જોવાનું કહેવાની મંજૂરી આપે છે? આપણે પાકિસ્તાનનો પાણીપુરવઠો 80% બંધ કરી દીધો છે. લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી, તો પછી તમે ક્રિકેટ મેચ કેવી રીતે થવા દઈ શકો? લીજેન્ડ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમ યુવરાજ સિંહ (કેપ્ટન), શિખર ધવન, રોબિન ઉથપ્પા (વિકેટકીપર), અંબાતી રાયડુ, ગુરકીરત સિંહ માન, સુરેશ રૈના, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, સ્ટુઅર્ટ બિન્ની, વિનય કુમાર, હરભજન સિંહ, પીયૂષ ચાવલા, સિદ્ધાર્થ કૌલ, અભિમન્યુ મિથુન અને વરુણ આરોન.

What's Your Reaction?






