ગાઝામાં ખાવાનું લેવા માટે પડાપડી, ભાગદોડમાં 3નાં મોત:16 ઘાયલ, 7 ગુમ; ઇઝરાયલના સૈનિકોએ હવામાં ગોળીબાર કર્યો, UNએ નિંદા કરી

ગાઝાના રાફામાં મંગળવારે ખાવાનું લેવા પહોંચેલા લોકોમાં ભાગદોડ મચી જતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત 46 લોકો ઘાયલ થયા છે અને 7 લોકો ગુમ છે. અલ જઝારીના અહેવાલ મુજબ, ઇઝરાયલી સૈનિકોએ હવામાં ગોળીબાર કર્યા બાદ નાસભાગ અટકી હતી. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેના સૈનિકોએ વિતરણ સ્થળની બહારના વિસ્તારમાં ગોળીબાર કર્યા હતા. રાફામાં યુએસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા સહાય કેન્દ્રમાં હજારો પેલેસ્ટિનિયનો ખાવા માટે દોડ્યા હતા. ગાઝાના રાજ્ય મીડિયા કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજે રાફામાં જે બન્યું એ જાણીજોઈને કરવામાં આવેલો નરસંહાર અને સીધો યુદ્ધ અપરાધ છે. યુએન નહીં, પણ એક અમેરિકન એજન્સી ખોરાકનું વિતરણ કરી રહી છે હાલમાં ગાઝાને એક અઠવાડિયા માટે સહાય પૂરી પાડવામાં આવશે. આ દરમિયાન ઇઝરાયલ ગાઝામાં ખોરાકનું વિતરણ કરવા માટે નવાં વિતરણ કેન્દ્રો બનાવશે. આ કેન્દ્રો ઇઝરાયલી સેનાની દેખરેખ હેઠળ રહેશે. એનું સંચાલન અમેરિકન કંપનીઓ દ્વારા કરવામાં આવશે. નવી વ્યવસ્થા હેઠળ ગાઝાના લોકોને ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (GHF) દ્વારા મદદ આપવામાં આવશે, જોકે ઘણી સહાય એજન્સીઓએ આ યોજનાની ટીકા કરી છે. તેઓ કહે છે કે આ માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. 2 માર્ચથી ગાઝામાં અનાજ પહોંચ્યું નથી છેલ્લા અઢી મહિનામાં ગાઝામાં UN અને અન્ય એજન્સીઓનો ખાદ્ય ભંડાર સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. ખાદ્ય પદાર્થોની અછતને કારણે ગાઝામાં ભૂખમરોનો ભય વધી ગયો છે. આ કારણે અમેરિકા સહિત ઘણા દેશોનું ઇઝરાયલ પર દબાણ વધી રહ્યું હતું, ત્યાર બાદ રવિવારે પીએમ બેન્જામિન નેતન્યાહુએ ગાઝાપટ્ટીમાં જરૂરી સહાય ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો. નેતન્યાહુએ કહ્યું હતું કે ગાઝામાં ભૂખમારાની સ્થિતિ ન થાય એ માટે ગાઝામાં સહાય મોકલવી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આનાથી હમાસ સામે ચાલી રહેલા લશ્કરી કાર્યવાહીને નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ ખાતરી કરશે કે સહાય ફક્ત જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે, હમાસ સુધી નહીં. ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ માટે હમાસ તૈયાર પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ગાઝામાં યુદ્ધવિરામ માટેના અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ પ્રસ્તાવ ટ્રમ્પના ખાસ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ નવા પ્રસ્તાવમાં 10 ઇઝરાયલી બંધકની મુક્તિ અને 70 દિવસનો યુદ્ધવિરામ સામેલ છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવમાં ઇઝરાયલ દ્વારા ઘણા પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો પણ સમાવેશ થાય છે, જેમાં લાંબી સજા ભોગવી રહેલા સેંકડો કેદીઓનો પણ સમાવેશ થાય છે. અત્યારસુધી ઇઝરાયલે આ પ્રસ્તાવ પર કોઈ નિવેદન આપ્યું નથી. આ પહેલાં 19 જાન્યુઆરીએ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. જોકે બે મહિના પછી 18 માર્ચે ઇઝરાયલે ગાઝામાં અનેક સ્થળોએ મિસાઇલ હુમલા કરીને એનું ઉલ્લંઘન કર્યું હતું.

Jun 1, 2025 - 02:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow