દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા:પતિના ત્રાસથી કંટાળી 6 માસના બાળક સાથે પત્ની ઘર છોડી રાજકોટ આવી, 181 અભયમ બન્યું આશ્રયદાતા

રાજકોટ શહેરમાં પતિના દૈનિક ત્રાસ અને મારકૂટથી કંટાળીને 6 માસના બાળક સાથે ઘર છોડી આવેલી એક પરણિતાને 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે તાત્કાલિક મદદ પૂરી પાડી છે. મહિલા મોરબી જિલ્લાની વતની છે અને દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નજીવનની શરૂઆતથી પતિના નશા અને મારઝૂડના કારણે તેમનું જીવન દુષ્કર બની ગયું હતું. હાલ મહિલા અને બાળકને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે. જાગૃત નાગરિકે અભિયમને જાણ કરી હતી પ્રાપ્ત વિગત મુજબ, શુક્રવારે બપોરના સમયે રાજકોટના જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને જાણ કરી હતી કે, એક અજાણી મહિલા પોતાના 6 મહિનાના બાળક સાથે અસહ્ય તડકામાં બેઠેલી છે અને બાળક સતત રડી રહ્યું છે. આ મહિલાને તાત્કાલિક મદદની જરૂર હોવાનું જણાવાયું હતું. કોલ મળતાની સાથે તરત 181 ટીમના કાઉન્સિલર વૈશાલી ચૌહાણ, કોન્સ્ટેબલ પૂનમ અને પાયલોટ વિજયભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પતિ નાની-નાની વાતમાં ઝઘડો કરી મારઝૂટ કરતો ટીમે મહિલા સાથે વાતચીત કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં પીડિત મહિલા મોરબી જિલ્લાના એક ગામડાની વતની હોવાનું અને તેણે આશરે દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હોવાનું તેમજ 6 માસનું એક સંતાન પણ હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાએ જણાવ્યું કે, ગઈકાલ રાત્રે તેના પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી, જેના કારણે તે રાજકોટ આવી પહોંચી હતી. તે ગર્ભવતી હતી ત્યારથી જ તેનો પતિ દરરોજ કેફી દ્રવ્યોનો નશો કરી તેની સાથે નાની-નાની બાબતોમાં ઝઘડા કરતો અને મારપીટ કરતો હતો. એટલું જ નહીં, તે બાળકનું અને મહિલાનું ભરણપોષણ પણ કરતો ન હતો. 181 અભયમની ટીમે મહિલાને કાયદાકીય જાણકારી આપી પતિના આ પ્રકારના વર્તનથી ઘર કંકાસ ચરમસીમાએ પહોંચી ગયો હતો. મહિલા આ બધાથી કંટાળીને બાળક સાથે ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. જોકે પ્રેમલગ્ન કર્યા હોવાને લઈ પીડિત મહિલાનો પોતાના પિયર પક્ષ સાથે પણ કોઈ સંબંધ રહ્યો ન હતો. આ સ્થિતિમાં મહિલાને તાત્કાલિક આશ્રયની જરૂર હતી. જેને લઈને 181 અભયમની ટીમે મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર વિશે વિગતવાર માહિતી આપી હતી અને કાયદાકીય પ્રાથમિક જાણકારી તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પીડિત મહિલાએ 181 અભિયમ ટીમનો આભાર માન્યો ઉલ્લેખનીય છે કે, 181 ટીમના સભ્યોએ આ મહિલાને સમજાવીને તેને આશ્રય, લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો છે, જ્યાં તેને સુરક્ષિત વાતાવરણ અને જરૂરી મદદ મળી રહેશે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે, કૌટુંબિક હિંસાના કિસ્સાઓમાં 181 અભયમ હેલ્પલાઈન મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ સહારો બની રહી છે. બાળક સહિત ખુદ માટે સહારો મળતા મહિલાએ પણ અભયમની ટીમનો આભાર માન્યો હતો.

Jun 1, 2025 - 02:41
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow