એક્સપર્ટે કહ્યું- નવા વેરિયન્ટ પર વેક્સિનની કોઈ અસર નહીં:જો ચોથી લહેર આવશે તો અસર 28 દિવસ સુધી રહેશે; દેશમાં 1326 એક્ટિવ કેસ, 14નાં મોત

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે એક્ટિવ કેસની સંખ્યા 1326 પર પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 14 થઈ ગયો છે. આમાં સૌથી વધુ 6 મોત મહારાષ્ટ્રમાં થયાં છે. આ તરફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) કાનપુરના ડિરેક્ટર પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે 2022 પછી નવા વેરિયન્ટને કારણે કોવિડ દર્દીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે,પરંતુ કોઈ ગંભીર પરિસ્થિતિ જોવા મળી ન હતી. મને લાગે છે કે આ વખતે પણ વધારે ચિંતા કરવાની જરૂર નથી. બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેના મતે, જો કોવિડની ચોથી લહેર આવશે તો એની અસર 21થી 28 દિવસ સુધી રહેશે. એ બીજી લહેર જેવી જીવલેણ નહીં બને. એક્સપર્ટે કહ્યું - નવા વેરિયન્ટ પર વેક્સિનની કોઈ અસર નહીં એક્સપર્ટે કહે છે કે જે લોકોએ વેક્સિન લીધી છે તેમણે પણ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે એ વેક્સિન નવા વેરિયન્ટને અસર કરતા અટકાવી શકતી નથી, જોકે વેક્સિનેશનથી ઈમ્યુનિટી હજુ પણ સંપૂર્ણપણે નબળી પડી નથી. આ ચોક્કસપણે તમારા શરીરને કોરોનાના નવા વેરિયન્ટ સામે લડવામાં મદદ કરી શકે છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1326 દેશમાં કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે એક્ટિવ કેસની સંખ્યા 1326 પર પહોંચી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં કોરોનાના 2 કેસ સામે આવ્યા છે. બંને કેરળના રહેવાસી છે અને શ્રીનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના થાણેમાં બુધવારે એક 67 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. તેમને 25 મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. પ્રેસ રિલીઝ અનુસાર, તેઓ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડાતા હતા. તેમણે કોવિડ વેક્સિન પણ લીધી ન હતી. બુધવારે ચંદીગઢમાં સારવાર દરમિયાન ઉત્તરપ્રદેશના 40 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તે પંજાબના લુધિયાણામાં કામ કરતો હતો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં આવ્યો હતો. દર્દીને ચંદીગઢ રિફર કરવામાં આવ્યો. ત્યાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. કેરળમાંથી સૌથી વધુ 430 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર એક્ટિવ કેસની દૃષ્ટિએ બીજા સ્થાને છે. અહીં 325 દર્દી છે. આમાંથી 316 દર્દીઓ એકલા મુંબઈમાં જ છે. અત્યારસુધીમાં 6 રાજ્યમાં 14 લોકોનાં મોત થયાં છે 26 મેના રોજ જયપુરમાં કોરોનાના 2 દર્દીનાં મોત થયાં હતાં. તેમાંથી એક રેલવે સ્ટેશન પર મૃત હાલતમાં મળ્યો હતો. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજું મોત ખાનગી હોસ્પિટલમાં એક 26 વર્ષના યુવકનું થયું હતું. તે પહેલાંથી જ ટીબીથી પીડાતો હતો. આ દરમિયાન મહારાષ્ટ્રના થાણેમાં એક કોરોના પોઝિટિવ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. 25 મે (રવિવાર)ના રોજ થાણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 21 વર્ષના યુવકનું મૃત્યુ થયું. 22 મેથી તેમની સારવાર ચાલી રહી હતી. આ પહેલાં 17 મેના રોજ કર્ણાટકના બેંગલુરુમાં એક 84 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું હતું. આરોગ્ય વિભાગે કહ્યું હતું કે વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ મલ્ટીઓરેગન ફેલ્યોરને કારણે થયું હતું. 24 મેના રોજ તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કેરળમાં કોવિડથી બે લોકોનાં મોત થયાં છે. ભારતમાં કોવિડ-19ના 4 નવા વેરિયન્ટ મળ્યા ભારતનાં અનેક રાજ્યોમાં નવા કોવિડ-19 કેસોમાં વધારો થવા વચ્ચે દેશમાં ચાર નવા પ્રકારો મળ્યા છે. ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી ક્રમબદ્ધ કરાયેલા વેરિયન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 શ્રેણીના છે. અન્ય સ્થળોએથી સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે અને સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નવા વેરિયન્ટ શોધી શકાય. આ કેસ બહુ ગંભીર નથી અને લોકોએ ચિંતા ન કરવી જોઈએ, ફક્ત સાવધાન રહેવું જોઈએ, જોકે WHOએ આને ચિંતાજનક ગણ્યું નથી, પરંતુ એને દેખરેખ હેઠળના વેરિયન્ટ તરીકે વર્ગીકૃત કર્યા છે. ચીન સહિત અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં આ જ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે, જોકે A435S, V445H, અને T478I જેવા NB.1.8.1 ના સ્પાઇક પ્રોટીન મ્યુટેશન અન્ય વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. કોવિડ સામે વિકસિત રોગપ્રતિકારક શક્તિ પણ તેના પર અસર કરતી નથી. કોવિડનો JN.1 વેરિયન્ટ ભારતમાં સૌથી સામાન્ય છે. પરીક્ષણ દરમિયાન અડધાથી વધુ સેમ્પલમાં આ વેરિયન્ટ જોવા મળે છે. આ પછી BA.2 (26 ટકા) અને ઓમિક્રોન સબલાઇનેજ (20 ટકા) વેરિયન્ટના કેસ પણ જોવા મળે છે. JN.1 પ્રકાર રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે JN.1એ ઓમિક્રોનના BA2.86નો એક સ્ટ્રેન છે. એ પહેલીવાર ઓગસ્ટ 2023માં જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2023માં, WHOએ તેને 'વેરિયન્ટ એફ ઇન્ટરેસ્ટ' જાહેર કર્યો. એમાં લગભગ 30 મ્યુટેશન્સ છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, JN.1 અન્ય વેરિયન્ટ કરતાં વધુ સરળતાથી ફેલાય છે, પરંતુ એ બહુ ગંભીર નથી. એ વિશ્વના ઘણા ભાગોમાં સૌથી સામાન્ય વેરિયન્ટ​​​​​​​ છે. JN.1 વેરિયન્ટ​​​​​​​નાં લક્ષણો થોડા દિવસોથી અઠવાડિયાં સુધી રહી શકે છે. જો તમારાં લક્ષણો લાંબાં સમય સુધી રહે છે, તો તમને લાંબા સમય સુધી કોવિડ હોઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે, જેમાં કોવિડ-19નાં કેટલાંક લક્ષણો સ્વસ્થ થયા પછી પણ બની રહે છે. ​​​​​​

Jun 1, 2025 - 02:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow