ગુજરાતી ફિલ્મ 'વાંકી ચૂંકી લવ સ્ટોરી'નું સેકન્ડ ટીઝર રિલીઝ:ફિલ્મમાં આધુનિક લવ સ્ટોરી જોવા મળશે, ભાવિન ભાનુશાલી ને મિલોની ઝોન્સાનો હટકે અંદાજ
ગુજરાતી સિનેમાના જાણીતા પ્રોડક્શન હાઉસ નીતિશાલી પ્રોડક્શન્સ અને ધ્વનિ ગૌતમ ફિલ્મ્સ 'વાંકી ચૂંકી લવ સ્ટોરી'નું બીજું ટીઝર હાલમાં જ રિલીઝ થયું. ટીઝરમાં એક્ટ્રેસ મિલોની ઝોન્સા તથા ભાવિન ભાનુશાલી જોવા મળે છે. બંને પહેલા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં અને પછી બંને અલગ થઈ જતા હોય તેવું ટીઝર પરથી લાગે છે. નોંધનીય છે કે ગયા મહિને 26 જૂને ભૂજમાં ફિલ્મનો મુહૂર્ત શોટ લેવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં મોડર્ન લવ સ્ટોરી જોવા મળશે. પ્રોડ્યુસર નીતિન ભાનુશાલી ને ડિરેક્ટર ધ્વનિ ગૌતમના ડિરેક્શનમાં બનનારી આ ફિલ્મમાં ભાવિન ભાનુશાલી, પૂજા જોશી, પરીક્ષિત તમાલિયા, મિલોની ઝોન્સા, ધર્મેશ વ્યાસ, હેમાંગ દવે સહિતના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો છે. ફિલ્મની રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. ફિલ્મમાં પ્રેમ, રોમાન્સ ને સંબંધોની વાત કરવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને ગુજરાતના વિવિધ લોકેશન પર ફિલ્મ શૂટ કરવામાં આવશે.

What's Your Reaction?






