'બજેટથી નહીં વિચારથી સોન્ગ હીટ થાય છે':ફરાહ ખાને 'શીલા કી જવાની'ના શૂટિંગનું ઉદાહરણ આપી કહ્યું- મારા કરિયરનું સૌથી સસ્તું ગીત છે

ફરાહ ખાને તેના હિટ ગીત 'શીલા કી જવાની'નો એક કિસ્સો શેર કર્યો છે. ફરાહ ખાને પોતાના એક વીડિયો વ્લોગમાં જણાવ્યું કે- તેણે આ ગીત ખૂબ જ ઓછા બજેટમાં બનાવ્યું છે. ફરાહે એમ પણ કહ્યું કે ગીત માટે કોઈ સેટ પણ નહોતો. તાજેતરમાં ફરાહ ખાન એક્ટ્રેસ માનસી પારેખના ઘરે ગઈ અને તેની આગામી ગુજરાતી ફિલ્મ 'શુભચિંતક' વિશે વાત કરી. માનસીએ જણાવ્યું કે તેની ફિલ્મનું બજેટ ફક્ત 5 કરોડ રૂપિયા હતું. આ અંગે ફરાહે કહ્યું- જ્યારે મને કોઈ કહે છે કે આ ગીતનું બજેટ આટલું બધું છે, તો ગીત બજેટથી નથી બનતું. જ્યારે તમારું બજેટ ઓછું હોય છે, ત્યારે તમે વધારે સારું વિચારો છો.” ફરાહે આગળ કહ્યું- 'મારું સૌથી સસ્તું ગીત 'શીલા કી જવાની' હતું. જો તમે ગીત જુઓ, તો કોઈ સેટ-અપ નહોતો, 10 ડાન્સર્સ હતા. અમે સાડા ત્રણ શિફ્ટમાં કામ પૂરું કર્યું. મારા કરિયરમાં મેં કરેલું સૌથી મોટું હિટ ગીત, જે સૌથી સસ્તાં બજેટમાં બન્યું. 2010માં આવેલી ફિલ્મ 'તીસ માર ખાન'નું આ ગીત છે 2010માં ફરાહ ખાનની ફિલ્મ 'તીસ માર ખાન'નું ગીત 'શીલા કી જવાની' ખૂબ જ હિટ રહ્યું હતું. આમાં કેટરિના કૈફે જબરદસ્ત પર્ફોર્મન્સ આપ્યું હતું અને કોરિયોગ્રાફી પણ ફરાહે પોતે કરી હતી. આ ગીતને ઘણા પુરસ્કારો મળ્યા. સુનિધિ ચૌહાણને બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો, ફરાહને બેસ્ટ કોરિયોગ્રાફીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. મ્યૂઝિક માટે વિશાલ-શેખરના પણ ખૂબ વખાણ થયા. આજે પણ, લોકો આ ગીતના સૂરને ખૂબ જ પસંદ કરે છે. રામ ચરણની ફિલ્મના ગીતો પર 75 કરોડનો ખર્ચ થયો થોડા મહિના પહેલા રામ ચરણની ફિલ્મ 'ગેમ ચેન્જર' ના ચાર ગીતો પર 75 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, પરંતુ લોકોને આ ગીતો અને ફિલ્મ બહુ પસંદ આવી ન હતી. ગણેશ આચાર્ય દ્વારા કોરિયોગ્રાફ કરાયેલા આ ગીતોમાં 1000થી વધુ ડાન્સર સામેલ હતા.

Jun 2, 2025 - 03:46
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow